છોટાઉદેપુર જિલ્લો વનસ્પતિજન્ય લીલા ગાંજાના વાવેતર માટે જાણીતું બન્યું છે, પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાંથી ભૂતકાળમાં કરોડો રૂપિયાનો લીલો ગાંજો ઝડપ્યો છે,ત્યારે વધુ એક વાર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના બૈડિયા ગામે લીલા ગાંજાની ખેતી કરવામાં આવી હોવા અંગેની બાતમી SOG પોલીસને મળતાં SOG પોલીસે પોતાના સ્ટાફ સહિત જરૂરી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી બૈડિયા ગામે સર્ચ ઓપરેશન હાથ ધરી બે ખેતરોમાં વાવેતર કરાયેલ લીલા ગાંજાના 878 છોડ જેનું વજન 1456 કિલો અને કિંમત રૂપિયા 1.45 કરોડ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે ગાંજા ની ખેતી કરનાર બે આરોપીઓ પૈકી બૈડિયા ગામના પટેલ ફળિયામાં રહેતા છારિયા ભાઈ રાઠવા ને ઝડપી પાડ્યો છે અને NDPS ની કલમો હેઠળ પાનવડ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


