છોટાઉદેપુર જીલ્લાની જાહેર જનતાને છોટાઉદેપુર જીલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે કે ગુજરાત સરકાર દ્વારા વાહન ચોરી/મોબાઈલ ચોરીની એફ.આઈ.આર. માટે હવેથી નાગરીકોએ પોલીસ સ્ટેશન રૂબરૂમાં જવાની જરૂર નથી. તેના માટે ગુજરાત સરકારે હવે એફ.આઈ.આર.ની સુવિધા શરૂ કરેલ છે. જે અંતર્ગત નાગરીકો https://gujhome.gujarat.gov.in/portal વેબસાઈટ અથવા તો citizen first Gujarat police મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરબેઠા અરજી કરી ઓનલાઈન એફ.આઈ.આર. નોંધાવી શકશે જેથી છોટાઉદેપુર જાહેર જનતાને https://gujhome.gujarat.gov.in/portal વેબસાઈટ દ્વારા વધુમાં વધુ ઈ એફ.આઈ.આર.ની સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

