ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ … જે અન્વયે વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ઘેલવાંટ ગામે નાકા પોઇન્ટ ઉપર વાહન ચેંકીંગ દરમ્યાન બે ઇસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂ કિ.રૂ.૩૨,૧૬૪/- તથા અલ્ટો ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૧,૪૭,૬૬૪/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


