જંગલ વિસ્તાર માં અંતરિયાળ આવેલ બોડેલી તાલુકાના કાટકુવા ગામ નો યુવક નિતેશ રાઠવા કે જે પોતનાં ગામ માં સ્પોર્ટ્સ ની પ્રેક્ટિસ પણ કરી કરી શકે તેમ નહી હોવાને કારણે છોટા ઉદેપુર નગર ની શ્રીજી સોસાયટી માં પોતનાં મિત્ર રવિ રાઠવા નાં ઘરે રોકાઈ ને સ્પોર્ટ્સ ની પ્રેક્ટિસ કરી નેશનલ સ્પોર્ટ્સ માં ભાગ લીધો અને એક અતિ આંતરિયાળ વિસ્તાર નાં ઝૂંપડીમાં રહેતાં નિતેશ રાઠવા ની અંદર રહેલી સુસુપ્ત શકિત ને બહાર લાવવા ઈન્ડિયન નેવી સામે થી નોતરું આપી સ્પોર્ટ્સ કોટા માં નોકરી આપતા ગામ તેમજ તાલુકા અને જિલ્લા નું નામ રોશન કર્યું હતુ
” તેને સ્પોર્ટ્સ માં કેટલાંક ચેક પણ ઈનામ માં મળ્યા છે”
બોડેલી તાલુકામાં સમાવિષ્ટ એક અંતરિયાળ ગામ કે જે જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તારમાં આવેલ કાટકુવા ગામના રહીશ એવા શરીરે પાતળી કાંઠી ના અત્યંત ગરીબ અને આદિવાસી યુવાન નિતેશ રાઠવા કે જે ઈન્ડિયન નેવી માં ગુજરાત રાજ્ય નું સ્પોર્ટ્સ માં પ્રતિનિધિત્વ કરી રાજ્ય નું ગૌરવ વધારવા નું કામ કર્યું છે તેના ગામમાં આ યુવાન ને સરકારી નોકરી મળતાં પરિવાર અને ગામ નું જિલ્લાનું નામ રોશન કર્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


