રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના કઠલાલ ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં આજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તરફથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ધો. 12ના વિદ્યાર્થી અમિત વણકરે ગિરનારી સાધુની વેશભૂષા ધરી સુંદર નૃત્યની રજુઆત કરી હતી. શાળાના હિન્દી વિષયના અધ્યાપક દિનેશકુમાર વણકરે
પ્રસંગોચિત વક્તવ્ય આપી શિવ ભક્તિનો મહિમા વિસ્તારપૂર્વક જણાવ્યો હતો.
શાળાના આચાર્ય અનિલ કામ્બલેએ મહાશિવરાત્રિના
પાવન પર્વ નિમિત્તે સર્વને અનેક અનેક શુભેચ્છાઓ આપી હતી. જવાહર નવોદય વિદ્યાલય ખાતે અનોખી રીતે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરાઇ હતી.


