જામનગર
જામનગરમાં પવનપુત્રના જન્મોત્સવની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરના કિશાન ચોક વિસ્તારમાં આવેલા શ્રી ફૂલિયા હનુમાન મંદિરે આ વખતે પણ અનોખી ઘટના બની હતી. શ્રી ફૂલિયા હનુમાનનું મંદિર ઘણું જૂનું છે અને એની સેવા-પૂજા દીપકભાઇ કુબાવત નામના બાવાજી પૂજારી દ્વારા વર્ષોથી કરે છે. હનુમાનજયંતી હોવાથી પ્રાતઃકાળ પૂજા કરાઇ હતી, સામૈયા-આમંત્રણની વિધિ બાદ પૂજારી દીપકભાઇને હનુમાનજી પંડમાં આવ્યાનો અહેસાસ થાય છે અને હનુમાનજીની મૂર્તિને નવું સિંદૂર ચઢાવ્યુ હતું. હનુમાનજીના થારમાં રહેલું તેલ મિશ્રિત અઢળક સિંદૂર (સુકનની પ્રસાદી) હતું, એ પૂજારી દીપકભાઇ હનુમાનની પ્રસાદીરૂપે પી ગયા હતા. દર વર્ષે તેઓ સિંદૂરની પ્રસાદી ગ્રહણ કરે છે ત્યારે શનિવારના પણ અનેક ભકતો-દર્શનાર્થીઓની હાજરીમાં તેમણે એની પ્રસાદી ગ્રહણ કરતાં ભાવિકો અચંબિત થઇ ગયા હતા.


