Gujarat

જામનગર ખાતે સિનીયર સિટીઝન રાજ્યકક્ષા ટેનીસબોલ ક્રિકેટ સ્પર્ધા યોજાઈ

જામનગર તા.૧૦ માર્ચ,ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર અને કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જામનગર આયોજિત સિનીયર સિટીઝન રાજ્યકક્ષા ટેનીસબોલ ક્રિકેટ સ્પર્ધાનું આયોજન તા.૦૭ થી ૦૯ માર્ચ-૨૦૨૨ દરમ્યાન ધનવંતરી મેદાન,જામનગર ખાતે યોજાયેલ,જેમાં જુદા-જુદા ૧૨ જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો.ભાગ લેવા આવેલ તમામ ટીમને સરકારશ્રી દ્વારા નિવાસ,ભોજન તથા પ્રવાસ ખર્ચ ચુકવવામાં આવેલ. આ સ્પર્ધાની ફાઈનલ મેચમાં રાજકોટ શહેરની ટીમ પ્રથમ વિજેતા તેમજ સુરેન્દ્રનગર દ્રિતીય વિજેતા જાહેર થયેલ હતા તેમ જિલ્લા રમત-ગમત અધિકારી જામનગર ની યાદી દ્વારા જણાવાયું છે.

દિવ્યા ત્રિવેદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *