Gujarat

જૂનાગઢ જિલ્લામાં દિવાળીના તહેવારને લઇને ૮ થી ૧૦ વાગ્યા સિવાયના સમયમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

દિવાળીના તહેવાર દરમિયાન ફોડવામાં આવતા ફટકડા/દારૂખાનાથી આગ લાગવાના તેમજ રાહદારીઓને દાઝવાના કે અકસ્માતો થવાનો પુરો સંભવ હોય, જેથી જાહેર જનતાની સુલેહ શાંતિ અને સલામતી જોખમાય નહીં તે માટે આગામી દિવાળીના તહેવાર દરમિયાન જૂનાગઢ જિલ્લામાં જાહેર રસ્તાઓ ઉપર તથા આનંદ પ્રમોદના સ્થળો તેમજ ગલીઓમાં, મકાનોમાં તેમજ ટ્રાફિકની અવર-જવર વાળા જાહેર માર્ગો ઉપર કે મેઇન ચોકમાં તથા ઇલેક્ટ્રીકના સબ સ્ટેશન થાંભલાની નજીક આવતા ૫૦ ચોરસ ફુટની અંદર ફટાકડા/દારૂગોળો ફોડવાનો કે આતશબાજીના કારણે આગ લાગવાના કે દાજી જવાના બનાવોની સંભાવના હોય, જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સમગ્ર જૂનાગઢ જિલ્લાના ઉક્ત વિસ્તારમાં તાત્કીલીન અસરથી તા.૨૬/૧૦/૨૦૨૨ સુધી તમામ પ્રકારના ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

લોકોની જાહેર સલામતીના હેતુસર રજૂ થયેલ દરખાસ્ત ઉચીત જણાતા જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ-આંક-૨૨ની કલમ-૩૩(૧)(યુ) અન્વયે મળેલ સત્તાની રૂએ તાત્કાલીન અસરથી તા.૨૬/૧૦/૨૦૨૨ સુધી જૂનાગઢ જિલ્લાનાં કોઇ પણ વિસ્તારમાં ૨૦-૦૦ કલાકથી ૨૨-૦૦ કલાક સિવાયના સમયમાં કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડવા નહીં કે આતશબાજી કરવી નહીં, જૂનાગઢ જિલ્લામાં આવેલ જાહેર રસ્તાઓ ઉપર, આનંદ પ્રમોદના સ્થળો ખાતે, ગલીઓમાં, મકાનોમાં, ટ્રાફિકની અવર-જવર વાળા જાહેર માર્ગો ઉપર, મેઇન ચોકમાં તથા ઇલેક્ટ્રીકના સબ સ્ટેશન થાંભલાની નજીક આવતા ૫૦ ચોરસ ફુટની અંદર કોઇ પણ સમયે કોઇ પણ પ્રકારના ફટાકડા/દારૂગોળો ફોડવા નહીં કે આતશબાજી કરવી નહીં.

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લઘંન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં જણાવેલ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ગુનો માંડવા માટે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *