રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં રહેતા એક યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં રહેતા અને છુટક મજૂરીકામ કરતા હરેશભાઈ અરજણભાઇ રાઠોડ નામના 30 વર્ષના યુવાન ગઈકાલે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે પ્રથમ જેતપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો,ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો ત્યાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું.લાશને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હોવાથી આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં જેતપુર તાલુકા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે

