Gujarat

થરાદના મોરથલના યુવકે ઝાડ પર ગળાફાંસો ખાતા ચકચાર

થરાદ
થરાદ તાલુકાના મોરથલ ગામે રહેતા ઠાકોર યુવકે થરા ગામે જઇ વાલ્મિકી સમાજના એક ઘરના પ્રાંગણમાં ઉભેલા લીમડાના ઝાડની ડાળીએ દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકનો લટકતો મૃતદેહ જાેઈને ગામલોકો એકઠાં થયાં હતા. જેમાં થરા ગ્રામ પંચાયતના સરપંચને જાણ થતાં તેમણે ઘટના સ્થળે આવી બનાવની થરાદ પોલીસ મથકે જાણ કરી હતી. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણી શકાયું નથી. પરંતુ મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે મૃતક યુવકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કર્યો છે. જેથી આપઘાત કરવાનું કારણ અકબંધ રહે તેવી સંભાવના છે.થરાદ તાલુકાના થરા ગામે મોરથલના યુવકે લીમડાના ઝાડને દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં લોકોમાં ચકચાર મચી જવા પામી છે.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *