Gujarat

દેલવાડામાં ઘરે ઘરે માંદગીના ખાટલા પી.એચ.સી. આરોગ્ય કેન્દ્રમાં માત્ર 3 નો સ્ટાફ દર્દીઓને હાલાકી… તંત્ર દ્રારા ગામમાં કોઈ સર્વેની કામગીરી કરવામાં આવતી નથી..

ઊના – ઊના તાલુકામાં રોગચારો વકર્યો હોય તેમ શહેરી વિસ્તાર અને તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વાયરલ ઇન્ફેક્સનની જેવી રોગ વધુ જોવા મળી રહી છે.  ત્યારે દેલવાડા ગામમાં ગંદકીના કારણે મચ્છર જન્ય તેમજ પાણીજન્ય રોગ ફાટી નિકળતા ઘરે ઘરે માંગદીના ખાટલા જોવા મળી રહ્યા હોય તંત્ર દ્રારા આ રોગચાળો વધુ ફાટી ન નિકળે તેને ધ્યાને રાખી તાત્કાલીક સર્વેની કામગીરી કરી દવાનો છંટકાવ કરવામાં આવે તે જરૂરી છે. દેલવાડા ગામમાં છેલ્લા થોડા દિવસોથી ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને વાયરલ ફીવરના રોજના કેસો વધી રહ્યાં હોય પીએચસી કેન્દ્રમાં રોજના 75 થી 100 ની ઓ.પી.ડી.ઓ નોંધાઇ રહી છે. પરંતુ છેલ્લા 15 દિવસથી અમુક સ્ટાફ હડતાળ ઉપર હોવાના કારણે હાલ આરોગ્ય કેન્દ્રમાં માત્ર ૩ સ્ટાફ ફરજ બજાવતા હોવાના લીધે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યાં છે. અને દર્દીઓના રીપોર્ટ, સારવાર સહીતની કામગીરીમાં સમયસર થતી ન હોય અને રોજ 20 થી 25 લોહીના રિપોર્ટ થતા હોય છે. જુલાઇ મહિનામાં ગામમાં કેમિકલનું કામ કરવામાં આવેલ અને દર 15 દિવસે ગ્રામ પંચાયતના કુવામાં ક્લોરીન દવા નાખવા પંચાયત ઓફિસે મોકલી આપવામાં આવતું હોવાનું જાણવા મળેલ આમ તંત્ર દ્રારા કોઈ સર્વેની કામગીરી કરવામાં આવતી ન હોય જેના કારણે દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે તંત્ર દ્રારા તાત્કાલીક દર્દીઓના હિતમાં સર્વે કરી દવાનો છંટકાવ કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.

 

બોક્ષ્ – બીમારી ઘરે ઘરે વકરી રહી છે રોજ 100 જેટલી ઓ.પી.ડી. આવે… ડો. કિન્નરી ઝણકાટે

 

દેલવાડા આરોગ્યના મેડીકલ ઓફીસર ડો. કિન્નરી ઝણકાટે જણાવેલ કે હાલ ચોમાસાના પાણી ઠેર ઠેર જગ્યા એ ભરાયેલા જોવા મળે છે. જેના લીધે બીમારી ઘરે ઘરે વકરી રહી છે. અને દર્દીઓ પ્રાઇવેટમાં બતાવીને છેલ્લે અમારી પાસે આવે છે. અને રોજ 100 જેટલી ઓ.પી.ડી. આવે છે જેને દવા આપીએ છીએ તેવું મેડિકલ ઓફિસરે જણાવેલ….

 

બોક્ષ્ – ગામમાં ઇ.ડી.ટી. પાવડર અને ફોગીંગ મશીન મંગાવેલ છે…સરપંચ…

 

દેલવાડા ગામના સરપંચ પૂજાબેન બાંભણીયા એ જણાવેલ કે ગામમાં ઇ.ડી.ટી. છાંટવા માટે પાવડર મંગાવેલ છે. અને ફોગીંગ કરવા માટેનું મશીન પણ મંગાવેલ છે જે વરાપ નિકળતા કામગીરી કરવામાં આવશે….

દેલવાડામાં-ઘરે-ઘરે-માંદગીના-ખાટલા-પી.એચ.સી.-આરોગ્ય-કેન્દ્રમાં-માત્ર-3-નો-સ્ટાફ-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *