જૂનાગઢ
જૂનાગઢ ખાતે શિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ભવનાથ તળેટીમાં વિવિધ આશ્રમોની મુલાકાત અન્વયે શ્રી રૂદ્રેશ્વર જાગીર, શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમની મુલાકાત લઈ ભાવવિભોર બન્યા હતા. મુખ્યમંત્રી આશ્રમ ખાતે પધારતા શ્રી ઇન્દ્રભારતી બાપુ દ્વારા તેઓનું શાલ અને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અહીં ગાદીપતિ મહારાજ નિજ મંદિરની મુલાકત લઈ દર્શનનો લાભ લીધો હતો. મહંત ઇન્દ્ર ભારતીબાપુએ સર્વે મહાનુભાઓને રુદ્રાક્ષની કંઠી પહેરાવી આશીર્વચન પાઠવ્યા હતા. “આશ્રમમાં ભંડારો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ચાલુ છે. આવી જ રીતે ભંડારો ચાલુ જ રહે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર તમામ સાધુ સંતો આશીર્વાદ વરસાવતા રહે અને નાનાં માણસોના કામ થાય તે માટે અમારી સરકાર કામ કરી રહી છે. શિવરાત્રી છે તે માટે હું પ્રાર્થના કરું છું અને દેશના વિકાસમાં હું કાંઈક યોગદાન આપી શકું તે માટે હું આશીર્વાદ લેવા આવ્યો છું.” મુખ્યમંત્રીના આગમનને લઈ જિલ્લા પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. કથાકાર મોરારીબાપુએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સામાન્ય જનની જેમ રહી ગુજરાતની પ્રજાની સેવા કરે છે. તેઓ સરળ, સાદગી અને નિખાલસ સ્વભાવના છે. આ જ રીતે ગુજરાતની પ્રજાના કલ્યાણના કાર્યો કરતા રહે અને ભોળાનાથના આશીર્વાદ સદૈવ તેમના પર રહે તેવી પ્રાર્થના કરી હતી. શાસન સાધુ-સંતોના અનુશાસનમાં રહે ત્યારે રામ રાજયની સંકલ્પના સાકાર થતી હોય છે. આ રામ રાજ્યનો સિદ્ધાંત છે. મહાશિવરાત્રીના મેળામાં ભજન-ભોજનનું સદાવ્રત અને સાધુ-સંતો દ્વારા શિવનુ સ્મરણ થાય છે. મેળામાં મુખ્યમંત્રી પધાર્યા તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતીત્ આ તકે મંત્રી જગદીશભાઇ પંચાલ, દેવાભાઇ માલમ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયા, સાસંદ રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડા, ધારાસભ્ય ભીખાભાઇ જાેશી, મેયર ગીતાબને પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટેચા, જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા, દિનેશભાઇ ખટારીયા, શૈલેષભાઇ દવે સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ અને શ્રધ્ધાળુઓ સાથે રહ્યા હતા.મહાશિવરાત્રીના મેળામાં પહોંચેલ મુખ્યમંત્રી પટેલએ સૌ પ્રથમ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બાદમાં શેરનાથ બાપુના આશ્રમમાં ધૂણાના દર્શન કર્યા હતા. મહંત ઇન્દ્રભારતી બાપુના આશ્રમે ગુરૂ ગાદીના દર્શન પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ બ્રહ્મલીન મહામંડલેશ્વરશ્રી વિશ્વંભર ભારતી બાપુની મૂર્તિ સમાધિના સ્થળે દર્શન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ તકે મોરારીબાપુ, આંતરરાષ્ટ્રીય મહામંત્રી જુના અખાડા મહંત હરીગીરીજી મહારાજ, અગ્નિ અખાડાના સભાપતિ મુક્તાનંદ બાપુ, મહંત ઉમાશંકર ભારતીજી મહારાજ, મહંત પ્રેમગીરીજી મહારાજ, જેન્તીરામ બાપા સહિતના સંતો-મહંતોએ મુખ્યમંત્રીનું પુષ્પમાળા, શાલ, સ્મૃતિચિહ્નથી સન્માન કર્યુ હતુ. ભારતી આશ્રમના મહંતશ્રી હરીહરાનંદ ભારતી મહારાજે મુખ્યમંત્રીનુ સ્વાગત કર્યુ હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અખાડા અને આશ્રમોના સંતો-મહંતોના આશીર્વાદ લઇ શ્રધ્ધા પૂર્વક જણાવ્યુ હતુ કે, સંતો-મહંતો ભાવિકોને ભગવાને ચિંધેલા માર્ગ પર લઇ જાય છે. જે રીતે આપણને છોડમાં રણછોડના દર્શન થાય તે રીતે મહાશિવરાત્રીમાં જીવમાં શિવના દર્શન કરી શ્રધ્ધાના માર્ગે પરમ સુખ-શાંતિની પ્રાપ્તિ કરવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ ગીરનાર તળેટી સ્થિત ગુરૂ શ્રી ગોરક્ષનાથ આશ્રમ, મહંતશ્રી શેરનાથજીબાપુ, ગુરૂ શ્રી ત્રિલોકનાથજી બાપુના આશ્રમે દર્શન કરી સંતોના આશિર્વાદ મેળવ્યા હતાં. મુખ્યમંત્રીએ આશ્રમ ખાતે અખંડ ધૂણો તેમજ મુખ્ય સમાધિ સ્થળે ગુરૂ શ્રી ત્રિલોકનાથજી તેમજ સોમનાથ બાપુની મૂર્તિ તેમજ અંબાજી માતાજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મહંત શેરનાથ બાપુએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તેમજ અન્ય મહાનુભાવોને શાલ તેમજ ફુલહાર પહેરાવી તેઓનું ભાવપૂર્વક અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ આશ્રમ સ્થિત ગૌશાળા તેમજ અન્નક્ષેત્રની મુલાકાત લીધી હતી. હાલ શિવરાત્રી મેળાને લઈને હજારો ભાવિકો અહીં ભોજનપ્રસાદ લે છે તે જાણીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.


