Gujarat

નવસારીની યુવતીએ પોતે કરેલી ભૂલને કારણ સ્યુસાઈડનોટમાં બતાવી આત્મહત્યા કરી

નવસારી
નવસારીમાં કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતી યુવતીએ સ્યુસાઈડ નોટમાં તેણીએ જીંદગીમાં કરેલી ભૂલના કારણે આત્મહત્યા કરતી હોવાનું જણાવી ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું હતું. આ ઘટના અંગે નવસારી ટાઉન પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ઘેલખડી ખાતે આવેલા અર્બન સેન્ટરની પાછળ પાર્થ કોમ્પ્લેક્સમાં રહેતી ખુશી રમણિકભાઈ ટંડેલ બી.કોમ.નો અભ્યાસ કરતી હતી. ગત ૨ ઓગસ્ટે તેણીએ પોતાની જીંદગીમાં કરેલી કોઈ ગંભીર ભૂલના કારણે સ્ટૂસાઈટ નોટમાં પોતાની મમ્પી, પપ્પા તેમજ કુટુંહને અલવિદા સાથે લખ્યું હતું કે, મમ્મી હું મારી જીંદગીથી ઘણી કંટાળી ગઈ હોવાથી હવે વધારે જીવવાની ઈચ્છા નથી. પોતાનાથી થયેલી ભૂલના કારણે તમને છોડીને જઈ રહી છું. બસ હું આ દુનિયામાં વધારે નહી રહી શકું અને અંતે તેણીના પરિવારને બાય બાય કરી આત્મહત્યા કરી લીધી હતી. ૧૯ વર્ષીય યુવતીએ એવી તે કેવી ભૂલ કરી બેઠી કે જેના કારણે તેણીએ આત્મહત્યા તરફનું પગલું ભરવું પડ્યુ? તે અંગે નવસારી ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *