Gujarat

પાંચાળની પવિત્રભૂમી પાળીયાદ ખાતે શ્રી વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ નો શુભારંભ..

1008 મહામંડલેશ્વર પૂ.નિર્મળાબા,મુક્તાનંદજીબાપુ,ભયલુબાપુ,ગાયત્રીબા,દિયાબા,પૃથ્વીરાજબાપુ સહીતના ઉપસ્થિત રહ્યા..
પરમ પુજ્ય શ્રી વિસામણબાપુ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત જગ્યા ની ૨૨૫ વર્ષ થી શરૂ થયેલ સેવાગંગા કે જ્યાં ભૂખ્યા ને રોટલો ને નિરાધાર ને આધાર મળી રહે જ્યાં હંમેશા દિવસ રાત ભજન ભોજન અને ભક્તિ ના ધરાગરા પર સનાતન ધર્મ ની નેક ટેક વાળી ધજા ફરકે છે , જ્યાં દિન દુખિયા ની પીડા અને વેદના ની પ્રાર્થના પાળીયાદ નો ઠાકર
( પુજય વિસામણ બાપુ) અને ઠાકર ઠેકાણે બેઠેલા ગાદીપતી સાંભળી ને એના દુઃખ દર્દ પીડા હણે છે ને એટલેજ એને
“રોકડીયા ઠાકર” ની ઉપમા પણ લોકોએ આપી છે…
આજ રોજ તા.૨૧/૪/૨૦૨૨ ને ગુરુવાર ના દિવસે પાળીયાદ પુજ્યશ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ ની અનેક વહેતી સેવાગંગા મા વધુ એક તુલસીપત્ર રૂપી ભારત દેશના ભવિષ્ય એવા બાળકો માટે જ્ઞાનરૂપી ગંગા એટલે કે શિક્ષણ ની સેવા નો ઉમેરો થવા જઈ રહ્યો છે…
બોટાદ થી પાળીયાદ રોડ પર તરઘરા ગામ પાસે આવેલ દક્ષિણા મૂર્તિ વિદ્યાપીઠ કે જેનુ શ્રી ગણેશ અને તમામ સંચાલન શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ ના નામથી પાળીયાદ જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુ તેમજ જગ્યા ના સંચાલક પુજ્યશ્રી ભયલુબાપુ ની દેખરેખ અને શુભઆશિષ થી વિધાર્થીઓ ને એક ગુરૂકુળ જેમ શિક્ષણ ની સાથે-સાથે બાળકો ને ઉત્તમ નાગરીક બને , સર્વાંગી વિકાસ થાય એવા શિક્ષણ સિંચન તરફ આકાર લઈ રહયુ છે…
જે પ.પુ.ધર્મભૂષણ અમરાબાપુ નુ સપનુ હતુ જે આજે એમની પ્રેરણા સમજી પુ.બા શ્રી ના આદેશ થી સાકાર થયુ છે…
શ્રી વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ નુ શુભ ઉદઘાટન ચાપરડા સુરેવધામ ના મહંત અને અખિલ ભારતીય સાધુ સમાજ ના અધ્યક્ષ પુજ્ય શ્રી મુક્તાનંદબાપુ ના શુભ હસ્તે પુજ્ય શ્રી નિર્માળાબા , પુજ્ય શ્રી ભયલુબાપુ , પુ.શ્રી ગાયત્રીબા , પુ.શ્રી દિયાબા , પુ.શ્રી બાળઠાકર પૃથ્વીરાજબાપુ ની ઉપસ્થિતિ મા તેમજ વિહળ પરીવાર સેવક સમુદાય ની હાજરી મા કરવામા આવેલ હતુ…
શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ  સંસ્થા મા યોગદાન તરઘરા ગામ ના વિહળ પરીવાર સેવક સમુદાય ના સેવક નાગજીભાઈ જેરામભાઈ ચાંદપરા દ્વારા ઠાકર વિહળાનાથ અને પુજ્યશ્રી નિર્માળાબા ની અસીમ કૃપા થી આપેલ છે…
તસવીર-વિપુલ લુહાર

IMG-20220422-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *