ધંધુકા ના હિન્દુ યુવા કિશન ભરવાડ ની ગોળી મારી હત્યા કરવામાં આવી ત્યારે
હિન્દૂ યુવાન કિશન ભરવાડ ની હત્યા નો મુદ્દો ગુજરાત માં હજી શાંત નથી થયો ત્યારે આજ દિલ્હી ગૌમાતા માટે 1 વર્ષ ઉપર સમય થી લડત કરતા અર્જુન આંબલિયા એ ફેસબુક ના માધ્યમ થી દિલ્હી, જંતર – મંતર થી ધરણા ની વાસ્તવિક પરિસ્થિતિ બતાવી અને વર્ણન કર્યું ત્યારે અર્જુન આંબલિયા એ જણાવ્યું કે “મારી પણ કસાઇઓ દ્વારા હત્યા થઇ શકે છે” કેમકે મને ગૌમાતા માટે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવા માટે સરકાર દ્વારા જગ્યા નથી આપી અનેકો વાર પરમિશન મૂકી પણ પરમિશન નથી આપી અત્યારે સંઘર્ષ છાવણી એટલે કે ધરણા સ્થળ ની આસપાસ ફૂટપાથ ઉપર કાતો જંતર-મંતર સ્મારક પર ધરણા કરવા પડે છે.
વધુ માં જણાવ્યું કે જીવન ના છેલ્લા શ્વાસ સુધી ગૌમાતા માટે લડત ચાલુ જ રહેશે.
દ્વારકા, ગુજરાત થી ગૌમાતા માટે નીકળેલી પદયાત્રા દિલ્હી પોહચી છે
યુવાનો ઘર બાર મૂકી ગૌમાતા માટે 2 મહિના ગાંધીનગર ધરણા કર્યા અને 2 મહિના ગામો ગામ ફરી પદયાત્રા દિલ્હી પોહચાડી એનો પણ આભાર માન્યો.
વધુ માં અર્જુન આંબલિયા એ સાધુ – સંતો, હિન્દુ સંગઠનો ના અધ્યક્ષો અને સામાજિક આગેણીઓ ને ધરણા માટે પરમિશન અપાવવા માટે કરી વિનંતી તેમજ વિપક્ષો ને પણ ગૌમાતા ને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અવાજ ઉપાડવા ટકોર કરી.
અહેવાલ – દિપક રાજા – માણાવદર


