Gujarat

બોડેલીના ઓરસંગ નદી કિનારે આવેલ મુસ્લિમ કબ્રસ્તાન નજીક ઝાડ પર લટકતા અસંખ્ય ચામાચીડિયા ટપોટપ નીચે પડ્યા અને ચામાચીડિયા ના મોત નિપજ્યા

બોડેલીમાં ૪૪ ડિગ્રી તાપમાન અસહ્ય ગરમીના કારણે ચામાચીડિયા ના મોત
બોડેલી સહિત જિલ્લામાં દિવસેને દિવસે તાપમાનનો પારો સતત વધી રહ્યો જોવા મળી રહ્યો છે ગઈકાલે ૪૪ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું જનજીવન પ્રભાવિત થયું હતું  અબોલા  પશુઓ પર પણ તેની સીધી અસર પડી હતી ત્યારે બોડેલી કબ્રસ્તાન પાસે ઓરસંગ નદીના કિનારે અસંખ્ય ચામાચીડિયા ના મોત નિપજયા હતા કાળ ઝાડ ગરમીને લઇને મનુષ્ય તો ખરા પણ પશુઓ પર પણ તેની ખૂબ અસર પડી રહી છે જેને લઇને બોડેલી કબ્રસ્તાન નજીક અનેક ચામાચીડિયા ના મોત નિપજયા હતા ઝાડ પરથી અસંખ્ય ચામાચીડિયા ટપોટપ નીચે પડ્યા હતા અને તેમના મોત નિપજ્યા હતા અસહ્ય ગરમીને કારણે તાપમાનનો પારો સતત વધી રહ્યું છે તેના કારણે ચામાચીડિયા ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ગરમી વધવાની શક્યતા સેવાઇ રહી છે તાપમાનનો પારો હજુ પણ વધી શકે છે જેને લઇને હવામાન વિભાગ તરફથી કામ વગર લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા તાકીદ કરવામાં આવી છે અસહ્ય ગરમીથી જનજીવન નહિ પણ અબોલ પશુઓ પર તેની સીધી અસર જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220512-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *