Gujarat

મહેમદાવાદની હોસ્પિટલમાં ચોરી કરનાર નડિયાદથી ઝડપાયો

નડિયાદ
મહેમદાવાદના રહેવાસી અને વરસોલા ચોકડી પાસે સંતરામ હોસ્પિટલ ચલાવતાં ડો. કુલદીપભાઈ ગઢવીની હોસ્પિટલમાં તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે તસ્કરે હોસ્પિટલમાં પ્રવેશી ડોક્ટરની કેબીનમાંથી એક લેપટોપ તથા મોબાઇલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી બીજી બાજુ આ બે તસ્કર પૈકી એક નડિયાદથી પોલીસના હાથે પકડાઈ ગયો છે. એલસીબી પોલીસે ખોડીયાર ચોકડી પાસેથી બાતમીના આધારે ઉપરોક્ત બનાવમાં ચોરી કરનાર અજય ગણેશભાઈ મરાઠી (રહે. છાપરામાં, નડિયાદ રેલવે સ્ટેશન પાછળ)ને દબોચી લીધો હતો. અજય પાસેથી ચોરીનું એક લેપટોપ તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧૮ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જાેકે ઉપરોક્ત બનાવમાં સીસીટીવીમાં બે ઈસમો દેખાતાં પોલીસે અજયના સાથીદારની તલાસ આદરી છે.

LCB-police-arrested.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *