Gujarat

મૃતદેહને એક રૂપિયાનું ભાડું લીધા વગર વિનામૂલ્યે પહોંચાડવાની અમરેલી નગરપાલિકાની ઉમદા સેવાને સાવરકુંડલા શહેરનાં સેવા ભેખધારી હિતેષ સરૈયાએ બિરદાવી..સાવરકુંડલાના આર્થિક રીતે ગરીબ પરિવારનાં મૃતદેહને સુરેશ શેખવા અને વિપુલ ભટ્ટીએ વિનામૂલ્યે પહોંચાડતાં હિતેષ સરૈયા તેઓનો આભાર માન્યો.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના સેવાભાવી હિતેષ સરૈયાને અમરેલી નગરપાલિકાનો સુખદ અનુભવ થયો.. સાવરકુંડલાના મુકેશભાઈ બાઘાભાઈ પીપળીયાનું અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેનાં મૃતદેહને વતન સાવરકુંડલા પહોંચાડવા માટે એક હજારનું ભાડું માંગવામાં આવેલ. પરંતુ આ ગરીબ પરિવાર પાસે મૃતદેહને પહોંચાડવા રૂપિયા એક હજાર ભાડા પેટે ન હતાં આ બાબતની જાણ સાવરકુંડલાનાં હિતેષ સરૈયાને કરી હિતેષભાઈનો સંપર્ક કર્યો અને હિતેષભાઈએ અમરેલી ખાતે વિપુલ ભટ્ટીને જાણ કરી તેથી  વિપુલભાઈ તથા પ્રકાશભાઈ ગેડિયા અને અમરેલી નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ શેખવાની મદદથી આ મૃતદેહને વિનામૂલ્યે સાવરકુંડલા પહોંચાડવામાં આવેલ. આ તકે હિતેષ સરૈયા આ તમામ સેવાભાવીઓનો આભાર માન્યો હતો અને તેનાં સેવાકીય વલણને બિરદાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *