Gujarat

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે

રાણપુર શહેરમાં પોલીસ ચોકી અને કોર્ટ પરીસરમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો…..
પોલીસ ચોકી ખાતે PSI એસ.ડી.રાણા ના હસ્તે તથા કોર્ડ પરીસરમાં વકીલો ના હસ્તે વિવિધ જાતના વૃક્ષો નુ રોપણ કરાયુ..
5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર દેશ માં ઉજવણી કરવામાં આવે છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવેલ પોલીસ ચોકી તથા કીનારા પાસે આવેલ નવી કોર્ટ ના પરીસર માં વિવિધ જાતના વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી..
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બોટાદ વન-વિભાગ હેઠળ રાણપુર તાલુકા રેન્જ ના આર.એફ.ઓ-વી.જી.ચૌધરી ના માર્ગદર્શન મુજબ રાણપુર ફોરેસ્ટ માં ફરજ બજાવતા ફોરેસ્ટર કે.એસ.જોશી,ઈન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જે.પરમારની હાજરી માં રાણપુરમાં પાળીયાદ ત્રણ રસ્તે આવેલ પોલીસ ચોકી ના પરીસરમાં PSI એસ.ડી.રાણા ના હસ્તે તથા પોલીસ સ્ટાફના હસ્તે વિવિધ જાતના વૃક્ષો નુ રોપણ કરવામાં આવ્યુ હતુ.તેમજ કીનારા પાસે આવેલ નવી કોર્ટ ના પરીસર માં વકીલ વિજયભાઈ ચૌહાણ,જગદીશભાઈ દલવાડી,નટુભાઈ વસોયા તથા 108 એમબ્યુલન્સ ટીમ ની હાજરી માં કોર્ટ પરીસર માં વિવિધ જાતના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા વન વિભાગના ફોરેસ્ટર કે.એસ.જોશી,ઈન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જે.પરમાર,ફોરેસ્ટ કર્મચારી સુરેશભાઇ પરમાર,રાણપુર પોલીસ સ્ટાફના ASI વિજયભાઇ ધરજીયા,પ્રવિણભાઈ તથા તાલુકા યુવા મોરચા ભાજપ પ્રમુખ રવિભાઈ ધાધલ,વેપારી આગેવાન મુકેશભાઈ સભાડ તથા GRDના જવાનો સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220605-120227.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *