Gujarat

રાધનપુરની વિઠ્ઠલનગર સોસાયટીમાંથી ૨.૫૦ લાખની ચોરી

પાટણ
પાટણના રાધનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કરોનો તરખાટ જાેવા મળી રહ્યો છે. પાંચ દિવસ અગાઉ આદર્શ રોડ પર આવેલા ક્રિષ્નાહેરીટેજ સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી ત્યારે વિઠ્ઠલનગર સોસાયટીના મકાનમાંથી રૂ.૨.૫૦ લાખની માલમત્તાની ચોરી થઈ છે. હું ઘરે આવ્યો હતો અને ત્યારબાદ અમો પરિવારજનો અગાશી પર સુતા હતા. ત્યારે કોઈ અજાણ્યા તસ્કરો ઘરનો દરવાજાે ખોલી ઘરમાં પ્રવેશ કરી તીજાેરીનો લોક ખોલ્યો હતો અને તેમા પડેલા સોનાનું મંગલસૂત્ર, પાયલ, બુટ્ટી સહિત સોના-ચાંદીના દાગીના અને ૮૦ હજાર રોકડા મળી કુલ રૂ.૨.૫૦ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવની જાણ આજુબાજુના સોસાયટીના લોકોને થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારબાદ મકાન માલિક પ્રજાપતિ મુકેશભાઈએ તાત્કાલીક તેમના ઘરમાં ચોરી થઈ હોવાની રાધનપુર પોલીસને જાણ કરી હતી. પોલીસે તસ્કરોને ઝબ્બે લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.

2.50-lakh-stolen-and-absconding.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *