Gujarat

રેવદ ગામે ચેકડેમ કમ કોઝવેનુ કામ કરવા માટે ની વહિવટી કામગીરી હાથ ધરાઈ.  

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
ઉના તાલુકાના રેવદ ગામે રૂપેણ નદી પર ગામની સામે કાંઠે ની સીમમાં જવા માટે નાં રસ્તા ઉપર ચેકડેમ કમ કોઝવેનુ કામ કરવા માટે ની વહિવટી કામગીરી હાથ ધરાઈ.ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી વિસ્તારના રેવદ ગામે રૂપેણ નદી પસાર થતા રસ્તા ઉપર આવેલા કોતર નીચાણવાળા હોવાથી ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ જતો હતો. જેના કારણે ગામ થી સામે કાંઠે ની સીમમાં જતા લોકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે.ગામના સરપંચ નવનિયુક્ત સરપંચ સદસ્યો અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાતા તેમને ઉચ્ચ લેવલે રજૂઆત કરી હતી. મનરેગા યોજના અને સિંચાઈ વિભાગ દ્વારા સ્થળ ની મુલાકાત લંઇને ચેકડેમ કમ કોઝવેનુ કામ કરવા માટે માપ સાઇઝ લંઇને આગળ વહિવટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ પાંચીબેન ચારણીયા, સામતભાઈ ચારણીયા, રાઠોડભાઈ, નવનિયુક્ત સરપંચ ભીખાભાઈ ચંડેરા સહિતનાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220201-WA0793.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *