વિસનગર
વડનગર તાલુકાના પીંપળદર ગામના અને હાલ વિસનગરની થલોટા રોડ પર આવેલી પંચશીલ રેસીડેન્સીમાં રહેતા પટેલ મિતેશભાઈ કનુભાઈ પટેલને પાંચ લાખ રૂપિયાની શરત લગ્ન માટે મુકવામાં આવી હતી. જેમાં યુવકે હા પાડતા સગાઈ સમયે ૫૦ હજાર, સગાઈ નક્કી થતાં રૂપિયા ૧.૫૦ લાખ અને લગ્ન સમયે ૩ લાખ રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ લગ્ન કરનાર યુવતીના પિયરમાંથી હિતેશભાઈ રામાણી, ચેતનભાઈ રાવળ અને માતા ઘરે આવ્યા હતા. જ્યાં મિતેશભાઈના બેન એમને બેસાડી નાસ્તો લેવા માટે ગયા પરત આવતા ઘરેથી આ લોકો જતા રહ્યા હતા. જ્યાં ફોન કરતા યુવતી અને હિતેશભાઈનો ફોન બંધ આવતો હતો. હિતેશભાઈ રામાણીને ફોન કરતાં તેમને જણાવ્યું હતું કે, તમને પૈસા પણ પરત નહિં મળે અને તે તમારા ઘરે નહીં આવે. અહીંયા આવશો તો તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપતા હતા. તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતાં આ બનાવ અંગે મિતેશભાઈ પટેલે રાવળ ચેતનભાઈ, રામાણી હિતેશભાઈ વિમલેશભાઈ, સંગીતાબેન તેમજ એમના પત્ની વિરૂદ્ધ શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ત્રણ શખ્સો સુરતના વરાછા પોલીસ સ્ટેશનના ગુનામાં પણ સંડોવાયેલા હોવાથી જાણ થતાં વરાછા પોલીસ સ્ટેશન જઈ લગ્ન કરનાર યુવતી, તેની માતા અને હિતેશભાઈ રામાણીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ચેતનભાઈ રાવળ હજુ ફરાર છે. જેમાં પોલીસે ગણતરીના દિવસોમાં જ છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. પીઆઈ એસ.એસ. નિનામાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ હેતલબેન દેસાઈ તપાસ કરી રહ્યા છે.વિસનગર શહેરમાં એક યુવકને લગ્નનું કાવતરું રચી ૫ લાખ સેરવી લેતા યુવક છેતરપિંડીનો શિકાર બન્યો હતો. વિસનગર શહેરની થલોટા રોડ પર આવેલ પંચશીલ રેસીડેન્સીમાં રહેતા યુવકને વલસાડ ખાતે રહેતી યુવતી સાથે પાંચ લાખ રૂપિયા આપી લગ્ન કરાવી તે યુવતીના પિયરજનો આવી યુવતીને લઈ જતા રહ્યાં હતા. ત્યારે યુવકે ફોન કરતાં સામેથી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે શહેર પોલીસે તપાસ હાથ ધરતા લગ્ન કરનાર યુવતી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સ ફરાર છે.


