Gujarat

લગ્નપ્રસંગેથી પરત આવતી કારનો અકસ્માત થતા ૧નું મોત

સુરેન્દ્રનગર
દેશ અને ગુજરાતમાં રોજબરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતમં લોકો મરી રહ્યા છે ત્યારે માળિયા-અમદાવાદ હાઇવે પર માલવણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા પાસે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં બે વેવાઇનાં મોત થયાં હતા, જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે કલોકનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાતાં લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો હતો. પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો. ત્યારે માલવણ હાઇવે પરના અખિયાણા ગામ પાસે આવેલી શિવશક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે અંધારામાં પૂરઝડપે આવી રહેલી ઇનોવા કારના ચાલક વિનોદ દેવજીભાઇ પટેલે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બેકાબૂ બનેલી કાર ડિવાઇડરને ટક્કર મારી રોડની બીજી સાઇટ આવી જતાં ગાડીનો ફુરચો બોલી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં ગાડીમાં સવાર વરરાજાના દાદા અને વરરાજાના નાના એટલે કે બંને વેવાઇઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને વેવાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હર્ત સામાન્ય રીતે હાઇવે પર સર્જાતા ગમખ્વાર અકસ્માતનો સૌથી વધુ ભોગ ગાડીનો ચાલક બનતો હોય છે. ત્યારે માલવણ હાઇવે પર ઇનાવો કારના સર્જાયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર બે વેવાઇના કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય ૩ વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જાેકે અકસ્માતમાં નંદાસણ ગામના ડ્રાઇવર વિનોદ દેવજીભાઇ પટેલનો આબાદ બચાવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *