Gujarat

લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર દ્વારા લુંટ તેમજ પ્રોહીબીશનના ગુનાના કામના આરોપીને પાસા હેઠળ અટકાયત કરવામાં આવ્યો.

ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે છોટાઉદેપુર જિલ્લામાં મ ઝઘડો તકરાર કરી જાહેર સુલેહશાન્તિનો ભંગ કરતા હોય અને સમાજમાં અશાન્તી ઉભી કરે અને અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય તેવા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપારની કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ
આ કામના સામાવાળા અશ્વિનભાઇ ઉર્ફે અસલો ચમકીયાભાઇ ઉર્ફે સમારીયાભાઈ રાઠવા રહે.સૂર્યાઘોડા વસાહત મંદીર ફળી તા.બોડેલી જી.છોટાઉદેપુર નાની વિરૂદ્ધમાં (૧) કવાંટ પો.સ્ટે સી પાર્ટ  ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૬૨૦૦૦૩૬/૨૦ પોહી કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨), ૧૧૬ (૨), ૮૧, ૮૩ મુજબ (૨) કર્વાટ પો.સ્ટે. સી પાર્ટ ગુ ન ૧૧૧૮૪૦૦૬૨૦૦૧૩૨/૨૦ પ્રોહી ક. ૬૫ એ ઇ, ૯૮ (૨), ૧૧૬ (૨), ૮૧, ૮૩ મુજબ (૩) નસવાડી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૭૨૦૦૧૦૪/૨૦ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨), ૮૧ મુજબ (૪) નસવાડી પો.સ્ટે. થર્ડ પાર્ટ ગુ.ર.નં ૬૦૭/૧૯ પ્રોહી કલમ ૬૫ એ ઇ, ૯૮ (૨), ૮૧ મુજબ (૫) બોડેલી પો.સ્ટે.ન એ. પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૧૨૦૧૧૯૯/૨૦ ઇ.પી.કો. ૩૯૫, ૩૨૩, ૩૪૧, ૪૨૭ મુજબના ગુના નોંધાયેલ હતા જે સબંધે સામાવાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ જેથી જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી છોટાઉદેપુર  નાઓ દ્વારા સામાવાળાની પાસા દરખાસ્ત મંજુર કરતા  એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ દ્વારા સામાવાળાને આજરોજ પાસા હેઠળ અટકાયત કરી – રાજકોટ ” જેલ ખાતે મોકલી આપેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220328-144631_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *