ગાંધીનગર
વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરશે તે પછી વાલીઓ અને શિક્ષકો સાથે ઈ-સંવાદ કરશે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે. વડાપ્રધાન મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે તેને ઁસ્એ નવું નામ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે. આજે ગુજરાત આવી પહોંચેલા વડાપ્રધાન દ્વારા ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે ૧૯ એપ્રિલના રોજ સવારે લગભગ ૯ઃ૪૦ કલાકે તેઓ બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલમાં એક કાર્યક્રમ દરમિયાન વિકાસની બહુવિધ પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરશે અને શિલાન્યાસ કરશે. ત્યારપછી, લગભગ ૩ઃ૩૦ કલાકે તેઓ જામનગરમાં ઉૐર્ં વૈશ્વિક પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. ૨૦ એપ્રિલના રોજ સવારે લગભગ ૧૦ઃ૩૦ વાગે પ્રધાનમંત્રી ગાંધીનગર ખાતે વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલનનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ, બપોરે લગભગ ૩ઃ૩૦ કલાકે પ્રધાનમંત્રી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે અને વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન તેમજ શિલાન્યાસ કરશે.


