Gujarat

વડોદરામાં રોડ પર ઉભેલી લક્ઝરી બસમાં ભીષણ આગ લાગી

વડોદરા
વડોદરાના નિઝામપુરા મારૂતિનગર કોમ્પલેક્ષ પાસે પાર્થ ટ્રાવેલ્સની ઓફીસ આવેલી છે. આ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ સર્વિસ કરાવીને ઓફિસ પાસે ઊભી હતી. દરમિયાન અચાનક જ લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. જેને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. ખાનગી લક્ઝરી બસમાં લાગેલી ભીષણ આગના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. બીજી બાજુ આ બનાવની જાણ વડોદરા ફાયર ટીપી ૧૩ ફાયર સ્ટેશન અને વડીવાડી ફાયર સ્ટેશનને કરવામાં આવી હતી. જેથી લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને બસ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. સદભાગ્યે બસમાં કોઇ મુસાફરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે નિઝામપુરા રોડ પરનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. બસમાં આ આગ કેવી રીતે લાગી કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. વડીવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર અનુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, લક્ઝરી બસમાં આગ લાગવાનો કોલ મળતા જ ટીમ સાથે અમે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.વડોદરા શહેરના નિઝામપુરા મારૂતિનગર કોમ્પલેક્ષ પાસે રોડ પર ઉભેલી લક્ઝરી બસમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. સદભાગ્યે બસમાં કોઇ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી લક્ઝરી બસમાં લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

A-huge-fire-broke-out-in-a-luxury-bus.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *