Gujarat

વિધવા મહિલાને સાસરિયાઓ ત્રાસ આપતા હતા, ભરણપોષણ અપાવવામાં કોર્ટેએ કરી મદદ

સુરત
પતિના અવસાન બાદ પરિણીતા પર તો ત્રાસ ગુજારતા કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યાં આવી એક ઘટના બહાર આવી છે જ્યાં પતિના અવસાન બાદ પરિણીતા પર તો ત્રાસ ગુજારવામાં આવતો જ હતો પરંતુ બે સગીર દીકરાઓ ને પણ નોકરી કરવા માટે કહેવામાં આવતું હતું. જાેકે માતા તેનો બચાવ કરતી હતી. સાસરિયાઓના અસહ્ય ત્રાસના કારણે વર્ષ ૨૦૧૫માં પરિણીતાએ સાસરિયાઓ સામે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે દલીલો બાદ પરિણીતાને ભરણ પોષણ પેટે માસિક સાત હજાર રૂપિયા ચૂકવવા માટે સાસરીયાઓને હુકમ કર્યો હતો.
કોર્ટે એક મહત્વના ચુકાદામાં નોંધ્યું હતું કે, વિધવા પરિણીતા સસરા પાસે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. આ કેસમાં પતિના મોત બાદ પરિણીતાને સાસરિયાઓ ત્રાસ આપતા હતા, મહેણાં-ટોણાં મારી તને અને તારા સંતાનને કોણ પાળશે એમ જણાવી ભરણપોષણ આપતા ન હતા. દલીલો બાદ કોર્ટે સસરાને ઘર ભાડા પેટે રૂપિયા ૨ હજાર અને ઘરેલું હિંસાના વળતર પેટે રૂપિયા ૫ હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો મહત્વપૂર્ણ ગણાય રહ્યો છે.
ગોડાદરા ખાતે રહેતી રમીલાના લગ્ન રમેશ (નામ બદલ્યુ છે) સાથે વર્ષ ૧૯૯૬માં થયા હતા. આ દરમિયાન દંપતિને બે પુત્ર અને એક પુત્રી અવતર્યા હતા. જાે કે, પતિને મગજની બીમારી હોય સતત હેરાન કરતા હતા અને બીમારીથી કંટાળી ૨૦૦૯માં પતિએ આત્મહત્યા કરી હતી. આ કેસમાં પતિ હયાત હતો ત્યાં સુધી પરિણીતાને ત્રાસ ન હતો. સાસુ, સસરા, દિયર સાથે જ રહેતા હતા. પતિના અવસાન બાદ પણ પરિણીતા સાસરામાં જ રહેતી હતી.
પતિના મોત બાદ સાસરિયાઓ પરિણીતા અને સંતાનો પ્રત્યે ઓરમાયુ વર્તન કરતા હતા. સંતાનોને સ્કૂલે પણ મોકલવાની ના પાડતા હતા. ઉપરાંત ઘરમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપતા હતા. પત્નીના ભાગે જ મિલકતો આવતી હતી તે પણ સાસરિયાઓએ બારોબાર વેચી દીધી હતી અને જણાવ્યું હતું કે, પરિણીતાને અલગ ઘર આપશે, પરંતુ આપ્યું ન હતું.
પરિણીતાને હક નહીં મળતા આખરે તેઓએ એડવોકેટ પ્રીતી જાેષી અને નિખિલ રાવલ મારફત કોર્ટમાં અરજી કરી હતી. જેમાં દલીલ કરાઈ હતી કે, પત્નીની તમામ મિલકતો લઇ લેવાઈ છે. પત્ની મેટ્રોમોનીયલ ઘરમાં રહેવા અને માન-સન્માન સાથે રહેવા માટે હકદાર છે. સાસરિયાઓએ પત્નીને રહેઠાણ વિહોણી કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *