Gujarat

શેરબજારની ટીપ્સના નામે ગેરકાયદે કોલ સેન્ટરમાંથી ૧૦ ઝડપાયા

વિસનગર
વિસનગર શહેરના કમાણા રોડ પર ગોમતીનગર સોસાયટીના રહેણાંક મકાનમાં શેરબજારની ટીપ્સ આપવાના નામે ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરમાં શહેર પોલીસે રેડ કરી ૧૦ શખ્સોને રૂ.૧.૭૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે ૨ વોન્ટેડ સહિત કુલ ૧૨ શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ગોમતીનગર સોસાયટીમાં રહેતો ઠાકોર જીગર ઈશ્વરજી તેની બહેન કોમલના ઘરે બહારથી માણસો બોલાવી મોબાઈલ અને ડમી સીમકાર્ડ આપી લોકોના કોન્ટેક નંબરના લિસ્ટ મેળવી મોબાઇલ ઉપર માર્કેટ પ્લસ નામની એપમાં શેરબજારની વધ-ઘટ જાેઈ ટીપ્સ આપી લાઇસન્સ વગર શેરબજારનો ધંધો કરતો હોવાની માહિતી મળી હતી. જેના આધારે પીઆઇ એસ.એસ. નિનામા, પીએસઆઇ એસ.આર. પટેલ, એએસઆઈ બળવંતસિંહ સહિતે રેડ કરી ૧૦ શખ્સોને રૂ.૨૦૮૦ રોકડ, ૨૦ મોબાઈલ, ૩ વાહનો મળી રૂ.૧,૭૮,૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

File-02-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *