Gujarat

સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલ તેમજ ગેસના ભાવ વધારાને લઇને

 રાણપુર શહેરમા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ..
રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહીત કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી
સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ તેમજ ગેસના વધી રહેલા ભાવ વધારાને લઇને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ. પેટ્રોલ ડીઝલ તેમજ ગેસના ભાવ સતત વધી રહ્યા છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના દૈનિક ભાવ સતત વધી રહ્યા છે પેટ્રોલના ભાવ 100 રૂપિયા કરતાં વધુ થઈ ગયા છે તેમજ આ ડીઝલ 100 રૂપિયા થવાને આરે છે જ્યારે ગેસનો બાટલો 955 રૂપિયા કરતાં પણ વધુ મોંઘો થઈ ચૂક્યો છે જ્યારે આમ જનતાને પોતાનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે રાણપુર શહેરમાં બસ સ્ટેશન ચાર રસ્તા પાસે રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો.રાણપુર બસ સ્ટેશન ચાર રસ્તા પાસે કોંગ્રેસના કાર્યકરો આગેવાનો દ્વારા ગેસની બોટલ સાથે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.સતત ભાવ વધારાને લઇને પ્રજા ત્રાહિમામ પોકારી ચૂકી છે ત્યારે તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ કરી રહેલા રાણપુર તાલુકાના કોંગ્રેસી કાર્યકરો આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તમામ આગેવાનો તેમજ કાર્યકરોની પોલીસે અટકાયત કરીને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા.આ વિરોધ પ્રદર્શન સમયે રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પંચાળા,કિનારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ કોંગ્રેસના આગેવાન મેરૂભા પરમાર,રાણપુર ગામ પંચાયતના ઉપ.સરપંચ સુરેશભાઈ પરમાર, જીગરભાઈ ગાંજા,મુકેશભાઈ કીહલા,સાગરભાઇ રૂદાતલા,કાળુશા દિવાન,રમેશભાઈ પંચાળા,દિનેશભાઈ મકવાણા,રાધેભાઈ પરમાર,પરવેજ કોઠારીયા સહીત રાણપુર તાલુકા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20220331-164716.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *