સુરત
હદ વિસ્તરણના લીધે શહેરનો દરજ્જાે પ્રાપ્ત કરનાર ભાઠા ગામમાં સ્ટ્રીટ લાઇટ સહિતની પાયાની સમસ્યાનો હજુ ઉકેલ આવ્યો નથી ત્યાં પાલિકાએ નવા સમાવિષ્ટ દરેક ગામના તળાવોના વિકાસ માટે અલાયદું બજેટ નક્કી કર્યું હોવા છતાં ભાઠા ગામનું ૨૧,૨૯૩.૨૪ ચોરસ મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું તળાવ સફાઇના અભાવે હવે દુર્ગંધ મારતું થયું છે. સમગ્ર તળાવ પર જળકુંભીની વિશાળ ચાદર પથરાઇ ગઇ છે જેના લીધે મચ્છરોનાં ઉપદ્રવને લીધે રહીશો માંદગીઓમાં સપડાઇ રહ્યાં છે. ગામ જ્યારે શહેરમાં ન હતું ત્યારે સરપંચની ગ્રાન્ટમાંથી સમયસર સફાઇ થતી હતી જાેકે હવે ફરિયાદ કરવા છતાં ૧૫૦૦થી વધુ ગ્રામજનો માટે વિવિધ તબક્કે મહત્વાકાંક્ષી તળાવ લીલનાં લીધે ઢોરોને પાણી પાવા માટે પણ ઉપયોગી રહ્યો નથી. સ્થાનિકો આ તળાવના પાણીનો ઉપયોગ કરતાં આવ્યાં છે. વિસર્જન, વિધિઓ માટે આસ્થાના પ્રતિક સમાન આ તળાવની સમયસર સફાઇ થતી હતી. ભાઠા શહેરમાં સમાવાયું તે પહેલાં પંચાયત સમયસર સફાઇ માટે ગ્રાન્ટ ફાળવી દેતી હતી. જાેકે લોકોના મતે હવે વિકાસ રૂંધાયો છે. આ તળાવની બરાબર સામે પાલિકાની વૉર્ડ ઓફિસ છે, જ્યાં રોજ અધિકારી-કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ પણ આવે છે. આવી ગંદકી અને અવદશા તેમને નજરે ચઢી રહી નથી. આખો દિવસ દુર્ગંધ મારવાની સાથે સાંજ પડતાં જ ગામમાં મચ્છરોનો ત્રાસ હોવાથી માંદગીની પણ ભીતિ ફેલાઇ છે. નવા સમાવિષ્ટ ગામોને શહેરનો દરજ્જાે મળ્યા બાદ પાલિકાએ ગામોમાં પ્રાથમિક સુવિધાની સાથે બ્યુટીફિકેશન માટે તળાવોને નવી ડિઝાઇન સાથે ડેવલપ કરવા બજેટ નક્કી કર્યું હતું. આ જાેગવાઇ અનુસાર ભાઠા ગામના ૨૧,૨૯૩.૨૪ ચો.મી. ક્ષેત્રફળમાં ફેલાયેલા આ તળાવને પ્રાથમિકતા મળવી જાેઇતી હતી. જાે કે, વિશાળ તળાવ જાણે ગંદકીના લીધે હવે અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઝજુમતું હોય તેવાં દ્રશ્યો સામે આવ્યાં હતાં.

