Gujarat

સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં નગરસેવક અને કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકભાઈ ખુમાણની મહુવા રોડ ખાતે આવેલાં નગરપાલિકા બિલ્ડીંગના પ્રાંગણમાં જોગીદાસબાપુ ખુમાણનુ સ્ટેચ્યુનું અધુરું કામ પૂર્ણ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી ને લેખિત રજૂઆત.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા વોર્ડ નંબર પાંચનાં નગરસેવક અને કોંગ્રેસ અગ્રણી શ્રી અશોકભાઈ ખુમાણની મહુવા રોડ ખાતે આવેલાં નગરપાલિકા બિલ્ડીંગના પ્રાંગણમાં જોગીદાસબાપુ ખુમાણનુ સ્ટેચ્યુનું અધુરું કામ પૂર્ણ કરવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી ને લેખિત રજૂઆત. પંદર દિવસમાં આ
કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરી અન્યથા તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે તો  તમામ સમાજને સાથે રાખીને કચેરીની સામે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
———————————————————————
વાત જાણે એમ છે સાવરકુંડલા નગરપાલિકા પરિસરમાં શ્રી જોગીદાસબાપુના સ્ટેચ્યુ મૂકવાનો ઠરાવ કરી ઠરાવવામાં આવ્યું હતું અને આ કામનો તારીખ ૧૫-૯-૨૦૨૦ એજન્સી શ્રી વિશાલ એન્ડ પટેલને વર્ક  ઓર્ડર આપવામાં આવેલ છે. અને તે અન્વયે નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ માટેની કામગીરી હાથ ધરી માત્ર થોડું કામ કરી હાલ  બંધ પડેલ છે. જેથી આ એજન્સીને કહી તાત્કાલિક જોગીદાસબાપુનું સ્ટેચ્યુ મૂકવામાં આવે. આ કામનું ટેન્ડર વિશાલ એન્ડ પટેલ કન્સ્ટ્રક્શન અમદાવાદ દ્વારા આ કામગીરી શા કારણથી કરવામાં આવતી નથી? આ કામની સમય મર્યાદા પણ પૂર્ણ થયેલ છે. આ એજન્સીને દિન ૧૫ માં આ કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવી અન્યથા તાત્કાલિક પૂર્ણ નહીં કરવામાં આવે તો તમામ સમાજને સાથે રાખીને કચેરીની સામે ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ અશોકભાઈ ખુમાણે નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી ને લેખિત રજૂઆતમાં દર્શાવી છે.

IMG-20220512-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *