(જીગ્નેશ પટેલ દ્વારા)
વર્તમાન સમયે મોંઘવારીએ માઝા મૂકી છે. દરેક જીવન જરૂરિયાતની ચીજોના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ તો ભડકે બળી રહ્યું છે. મોંઘવારી દૂર કરવાના વચનો આપીને સરકાર ગાદીએ બેઠી છે. પરંતુ મોંઘવારી દુર કરવા તેમણે કોઈ પગલા લીધા નથી. સીંગતેલ ડબ્બાના 2700 રૂપિયા બોલાય છે. ગરીબ માણસ સીંગતેલ ખાઈ શકે તેવી તેમની સ્થિતિ નથી.
ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અને માણાવદર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અરવીંદભાઈ લાડાણીએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, ગયા વર્ષે દેશમાં જુદા જુદા રાજયોમાં સરકાર દ્વારા મગફળીની ખરીદી કરાઈ હતી. જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટાપાયે સરકારે નાફેડ મારફત મગફળી ખરીદેલી. તો સરકાર આ મગફળી નાફેડ પાસે વેચવા તાત્કાલીક પગલા ભરે જેથી હાલ બે મહિના સીંગતેલના ભાવ પણ કંટ્રોલમાં રહે અને નવી મગફળીનું ઉત્પાદનમાં ખેડૂતોને પોષણક્ષમ સારા ભાવો મળે એમ જિલ્લા પંચાયત જૂનાગઢના સભ્ય અરવીંદભાઈ લાડાણીએ સરકાર પાસે રજૂઆત કરેલ છે.
રિપોર્ટર – જીગ્નેશ પટેલ માણાવદર


