સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણની એકતા સોસાયટીમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા. વેપારીના ઘરમાંથી ૬૧ લાખ રૂપિયાની ચોરી કરી અને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસ ટુકડીઓ તસ્કરોની શોધખોળ માટે કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે એક આરોપીને વઢવાણથી અને બીજાને ભાવનગર નજીકથી ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગરના વઢવાણ એકતા સોસાયટીમાં આવેલા રહેણાંક મકાનમા ધોળા દિવસે ગેરકાયદેસર રીતે બે ઇસમોએ પ્રવેશી અને ત્યારબાદ ઘરમાં તિજાેરીમાં પડેલા રૂ. ૬૧ લાખ ઉઠાવી ગયા હતા. હાલની પરિસ્થિતિમાં મોહરમનો મહિનો ચાલતો હોય ત્યારે વોરાજી પરિવાર માતમ મનાવવા માટે વઢવાણ ખાતે આવેલી મસ્જિદે ગયો હતો. જેથી બપોરના સમયે રેકી કરી અને બે ઇસમો ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી રૂપિયા ૬૧ લાખ રોકડની ચોરી કરી હતી. આ બાબતની જાણકારી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને થતાં તાત્કાલિક ધોરણે બંને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવતા બપોરે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી અને બે ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી અને આગળની તપાસ કામગીરી હાથ ધરી હતી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલી નામચીન સાડીના વેપારીના ઘરે આ બનાવ બનતા વેપારીઓમાં પણ ચીંતા જાેવા મળી છે. સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન પાકી મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો નજીક આવેલા ઝૂંપડામાંથી એક ઈસમની અટકાયત કરી હતી. પોલીસે ઝૂંપડામાંથી છ લાખ જેટલી રોકડ રકમ પણ જપ્ત કરી હતી. તેમજ ઝડપાયેલા ઈશમને કડક પૂછપરછ કરવામાં આવતા અન્ય એક શખ્સ પણ તેની સાથે સંકળાયેલો હોવાનો ખુલાસો થયો હતો અને તે ભાવનગર તરફ ભાગ્યો હોવાનું જાણવા મળતા તાત્કાલિક લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.ડી.ચૌધરી અને વઢવાણ પીએસઆઇ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કામગીરી હાથ ધરી હતી. અંતે વહેલી સવારે મુખ્ય સૂત્રધારની ભાવનગર પાસેથી અટકાયત કરવામા આવી હતી અને તેની પણ કડક પૂછપરછ હાથ ધરી અને રોકડ રકમ જપ્ત લેવામાં આવી છે. પોલીસે બંને તસ્કરોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. મોહરમ મહિનો હાલ ચાલી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની એકતા સોસાયટીમા વસવાટ કરતા અને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નામચીન સાડીના વેપારી સમગ્ર પરિવાર ઘેર તાળા મારી અને ત્યારબાદ માતમ મનાવવા માટે વઢવાણ પાસે આવેલી મસ્જિદ ખાતે આવ્યો હતો. આ તસ્કરો દ્વારા રેકી ગોઠવી અને ગેર કાયદેસર રીતે ઘરમાં પ્રવેશ મેળવી અને તિજાેરીમાં પડેલા ૬૧ લાખ રૂપિયા રોકડ રકમ ઉઠાવી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર મામલાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ મામલે હાલની પરિસ્થિતિમાં બે ઇસ્મોની પોલીસ અટકાયત કરી છે. એક સાથે ઘરમાંથી ૬૧ લાખ રૂપિયાની ચોરીના મામલે પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી હતી. જે વેપારીના ઘરમાં ચોરી થઈ હતી તેને પણ પોલીસ સ્ટેશન ખાતે પરિવાર સાથે બોલાવવામાં આવ્યો હતો. આ રોકડ રકમ ક્યાંથી ઘરમાં આવી? તે પ્રકારના સવાલો પોલીસ તંત્રએ શરૂ કર્યા હતા. તે સમયે વેપારી પરિવારે જણાવ્યું હતું કે, રોકડ રકમ વોરાજી સમાજના ટ્રસ્ટની છે. ધર્મગુરુ દ્વારા આ રકમ બેંકમાં મૂકવાની ના પાડવામાં આવી હોય અને ધર્મમાં વ્યાજ લેવું દેવું હરામ હોવાના કારણે આ રકમ ઘરમાં રાખી હતી. સમાજના લોક ઉપયોગી કામની આ રકમ હતી. સીસીટીવીમાં સામે આવ્યું કે, થેલામાં રોકડ રકમ લઈ અને ચોર જઈ રહ્યો છે. ત્યારે એક સીસીટીવી ફૂટેજના આધારે સામાન્ય ઓળખ મેળવી અને ત્યારબાદ હુમન સોર્સીસના આધારે વઢવાણ ભોગાવો નદીના ઝુંપડામાંથી પોલીસે એક ઈસમની અટકાયત કરી હતી. તેના ઘરની તલાસી લેવામાં આવતા ઘરમાંથી છ લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં હતા. જેથી ઝડપાયેલા ઈસમને કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા અને અન્ય ટીમો કામે લગાડ્યા બાદ વહેલી સવારે ભાવનગર નજીકથી મુખ્ય સૂત્રધારને રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધો છે.

