ચાલુ ચોમાસામાં જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ખૂબ મહેર વરસાવી છે. જેના પગલે ભૂગર્ભ જળસ્તર ઉંચા આવવાની સાથે સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાત સામે મોટી રાહત બની રહેશે.
જૂનાગઢ જિલ્લાના કુલ-૧૦ તાલુકામાંથી ૬ તાલુકાઓમાં ૧૦૦ ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે. જેમાં માણવદરમાં ૧૩૭, વંથલીમાં ૧૧૨, જૂનાગઢ શહેર તથા ગ્રામ્યમાં ૧૦૮, વિસાવદરમાં ૧૦૬ અને મેંદરડામાં ૧૦૧ ટકા વરસાદ નોંધાયો છે. ઉપરાંત માંગરોળમાં ૯૯, માળીયામાં ૯૭, કેશોદમાં ૮૫ અને ભેંસાણ તાલુકામાં ૮૬ ટકા વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદની સરેરાશ વર્ષ ૧૯૯૨ થી ૨૦૨૧ દરમિયાન પડેલા વરસાદના આધારે નક્કી કરવામાં આવી છે.
જિલ્લામાં ઈંચમાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં ૪૮ ઈંચ, માણાવદરમાં ૪૭, જૂનાગઢ શહેર તથા ગ્રામ્યમાં ૪૨-૪૨, મેંદરડામાં ૩૮, માંગરોળમાં ૩૫, કેશોદમાં ૩૦, અને ભેંસાણ તાલુકામાં ૨૫ ઈંચ વરસાદ પડ્યો છે.
