Gujarat

હૃદય રોગના હુમલા બાદની સારવાર અંગે આગામી તા. 27,28 જુલાઈના ITRA દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન  

જે દર્દીઓને હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેમજ હૃદય રોગની બીમારી પછી જોવા મળતા લક્ષણો જેમકે શ્વાસ ચડવો, છાતીમાં ઝીણો દુઃખાવો રહેતો હોય- જો આવા લક્ષણો જોવા મળતા હોય તો તેવા દર્દીઓ માટે હૃદયની ક્ષમતા વધે તે માટે આયુર્વેદ યુનિવર્સીટીના આઇટીઆરએ હોસ્પિટલના કાયચિકીત્સા વિભાગ દ્વારા આવા તમામ દર્દીઓ માટે આગામી તા. 27 અને 28 જુલાઈ, સવારે 9 થી 12 કલાક દરમિયાન ઓપીડી નંબર 13, આટીઆરએ હોસ્પિટલ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી, જામનગર ખાતે રાહત દરે નિદાન ઉપરાંત સારવાર કરવામાં આવશે. આ આરોગ્ય શિબિરનો જામનગરની જાહેર જનતાને લાભ લેવા માટે એસોસિયેટ પ્રોફેસર શ્રી ડો. મનદીપ ગોયલ, ITRA દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *