ચંદરવા ગામે 2,દેવગાણા ગામે 5,વેજલકા ગામે 1,સુંદરીયાણા ગામે 1 સહીત કુલ 9 ના મોત થી રાણપુર તાલુકો હચમચી ગયો…
બોટાદ જીલ્લાના બરવાળા ના રોજીદ ગામે લોકોના રૂવાડા ઉભા કરી દે એવી ઘટના બની છે.લઠ્ઠાકાંડ 34 લોકો ને ભરખી ગયો છે અને હજી આશરે 40 જેટલા લોકો સારવાર હેઠળ છે.ત્યારે બરવાળા પંથક માં બનેલો લઠ્ઠાકાંડ નો રેલો રાણપુર તાલુકામાં પહોચ્યો છે.રાણપુર તાલુકાના 4 ગામો ના 9 લોકો ને ઝેરી દારૂ પીવાથી અચાનક ઉલટી શરૂ થઈ હતી અને અને તમામ ને બરવાળા,બોટાદ,ભાવનગર,ધંધુકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યા રાણપુર તાલુકાના 9 લોકોના મોત નિપજતા હાહાકાર મચી ગયેલ છે.રાણપુર તાલુકાના દેવગાણા ગામે 5,ચંદરવા ગામે 2,વેજલકા ગામે 1,સુંદરીયાણા ગામે 1 સહીત કુલ 9 લોકો ના લઠ્ઠાકાંડ ને કારણે મોત થયા છે.ચોતરફ સળગતી ચિતાઓ,મૃતકો ના પરીવારજનોના કરૂણ આક્રંદ સામે સૌ કોઈ ની આંખો ભીની થઈ ગઈ હતી.રાણપુર તાલુકાના દેવગાણા,ચંદરવા,વેજલકા,સુંદરીયાણા ગામે મૃતકોના પરીવારજનો મહીલાઓ-બાળકો ની રો-કકડથી કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.રાણપુર તાલુકામાં એકસાથે 9 લોકોની ચિતા સળગતા લોકો રીતસરના રડી પડ્યા હતા કોઈ બાપ ગુમાવ્યો,કોઈએ ભાઈ ગુમાવ્યો,કોઈએ પિતાની છત્રછાયા ગાવી તો કોઈએ પોતાના પતિ ગુમાવ્યા ના શોક માં ગરકાવ થઈ ગયા છે.આ સમગ્ર ઘટના ને લઈને બરવાળા,ધંધુકા અને રાણપુર પંથકમાં પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.બોટાદ,અમદાવાદ,ભાવનગર,અમરેલી 4 જીલ્લાની પોલીસ આ પંથક માં ઉતારી દેવામાં આવી છે.ગુજરાત સરકારે પણ કડક પગલા લેવાની કામગીરી શરૂ કરી દીધી છે.આ ઘટના ને લઈને ભાવનગર રેન્જ આઈ.જી.,બોટાદ એસ.પી.ડો.કરનરાજ વાઘેલા,અમદાવાદ ગ્રામ્ય એસ.પી તથા સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી.નિર્લિપ્તરાય સહીત ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ બરવાળા પંથકમાં દોડી આવ્યા હતા…
*રાણપુર તાલુકાના મૃતકોની યાદી*
1-બહાદુરભાઈ લગરભાઈ વલાણીયા ઉ.વ.58(ચંદરવા)
2-અરવિંદભાઈ માધુભાઈ સીતાપરા ઉ.વ.35(ચંદરવા)
3-વાઘજીભાઈ મોહનભાઈ મકવાણા ઉ.વ.30(દેવગાણા)
4-નરસિંહભાઈ કાળુભાઈ વાઘેલા ઉ.વ.65(દેવગાણા)
5-કાનાભાઈ સુરાભાઈ ચેખલીયા ઉ.વ.40(દેવગાણા)
6-હરદેવસિંહ રણજીતસિંહ ચુડાસમા ઉ.વ.42(દેવગાણા)
7-લાલુભાઈ મણીરામભાઈ યાદવ ઉ.વ.28(દેવગાણા)
8-બળવંતભાઈ નથુભાઈ સિંધવ ઉ.વ.30(વેજલકા)
9-જોગાભાઈ દાનાભાઈ ધોપાળા ઉ.વ.65(સુંદરીયાણા)
તસવીર-અહેવાલ-વિપુલ લુહાર,બોટાદ

