પાટણ
પાટણ યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, અને સેલ્ફ ફાયનાન્સ મળી કુલ ૬૫ બીએસસી કોલેજાે કાર્યરત છે. તાજેતરમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયા બાદ યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતની બીએસસી કોલેજાેમાં હવે સેન્ટ્રલલાઇઝેશનને બદલે જે-તે કોલેજાેમાં જ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કોલેજાેમાં પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાયનાન્સ કોલેજાેમાં બીએસસી સેમ.૧ માં ૧૦હજાર જેટલી બેઠકો ફાળવવામાં આવી છે. વિધાર્થીઓને તા.૩૦ જુન સુધી પ્રવેશ મળી જાય તે માટે દરેક કોલેજાેને યુનિવર્સિટી દ્વારા પરીપત્ર જાહેર કર્યો હોવાનું આસીસ્ટન્ટ રજીસ્ટાર આનંદ પટેલે જણાવ્યું છે બીએસસી સેમીસ્ટાર-૧માં ઓનલાઇન પ્રવેશ માટે તા.૩૦ જુન સુધી વિધાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને ત્યારબાદ કોઇપણ સંજાેગોમાં વિધાર્થીઓને બીએસસી સેમ.૧માં પ્રવેશ આપી શકાશે નહીં તેવું યુનિવર્સિટીના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયા બાદ યુનિવર્સિટી સંલગ્ન બીએસસી કોલેજાેમાં વિધાર્થીઓને કોલેજ દ્વારા જ પ્રવેશ આપવા માટે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે.


