સાયકલ યાત્રા કચ્છ (કોટેશ્વર)થી વલસાડ (ગોવાડા)
ગિરગઢડા તા 23
ભરત ગંગદેવ
સાયકલ યાત્રા ગુજરાતના દરિયા કિનારાનું કુલ 1650 કિલોમીટર જેટલું અંતર કાપશે
ભાવનગરના મિલનભાઈ રાવલ તથા શૈલેન્દ્રસિંહ ગોહીલ દ્વારા આ સાયકલ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે..
સાયકલ યાત્રાના ઉદેશો
1. સાયકલિંગ અને માનવી અને પર્યાવરણીય સ્વાસ્થ્ય માટે પ્રમોટ કરવું. જીવન વ્યવહારમાં સાયકલનો ઉપયોગ વધારવો.
2. પર્યટન સ્થળો તથા અન્ય તમામ સ્થળો પર ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો તથા તેના નવા વિકલ્પો શોધી તેના અમલીકરણ કરવું.
3. દરિયા કિનારાના આર્થિક પછાત બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે ભંડોળ નિધિ સેવા એકત્રિત કરવા.
બી.આર.સી.ભવન ઉના ખાતે સ્ટાફ મિત્રો દ્વારા આ મિત્રોને સન્માન કરવામાં આવ્યું સાથે યાત્રા ના હેતુઓ ની ચર્ચા કરવામાં આવી અને તે અંતર્ગત આગામી કાર્યક્રમો આયોજન નક્કી કરવામાં આવ્યું.


