બનાસકાંઠા જિલ્લા રમત-ગમત વિભાગના અધિકારીશ્રી, કોચીસ અને
ખેલાડીઓ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયાં
—–
ખેલ મહાકુંભમાં વિવિધ ૨૯ જેટલી રમતોમાં ભાગ લેવા ઇચ્છતા અલગ-અલગ વયજૂથના ખેલાડીઓ વેબસાઇટ http://www.khelmahakumbh.gujarat.gov.in/ ઉપર પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે
ગુજરાતના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટી ધ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી તથા અન્ય વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રતિભાવંત ખેલાડીઓ વગેરેની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો રજીસ્ટ્રેશન કર્ટેન રેઇઝર પોર્ટલના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતના દરેક જિલ્લા/તાલુકા અને ગ્રામ્યકક્ષાએ આ કાર્યક્રમમાં કરાયેલા જીવંત પ્રસારણ અંતર્ગત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી નિયામકશ્રી આર. આઈ.શેખ, બનાસકાંઠા જિલ્લા રમત ગમત વિભાગના અધિકારીશ્રી મુકેશભાઇ ઘોયા, કોચીસ અને ખેલાડીઓ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી પાલનપુરથી જોડાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ-૨૦૨૨ રજીસ્ટ્રેશન કર્ટેન રેઇઝર પોર્ટલના રાજ્યકક્ષાના કાર્યક્રમનું ગુજરાતના દરેક જિલ્લા/તાલુકા અને ગ્રામ્યકક્ષાએ “વંદે ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત ટી.વી. ચેનલ અંતર્ગત DD Free DTH ના માધ્યમ ઉપરાંત Dish TV DTH (ચેનલ નં-૨૧૦૦-૨૧૧૫) તથા Jio TV મોબાઇલ એપ્લીકેશન પર જીવંત પ્રસારણ કરાયું હતું.
બનાસકાંઠા જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના કોચીસ અને ખેલાડીઓ અને ખેલપ્રેમીઓ વગેરે પણ તેમાં જોડાઇને ઉક્ત જીવંત પ્રસારણ નિહાળ્યું હતુ. ખેલ મહાકુંભમાં વિવિધ ૨૯ જેટલી રમતોમાં ભાગ લેવા ઇચ્છતા અલગ-અલગ વયજૂથના ખેલાડીઓ વેબસાઇટ www.khelmahakumbh.gujarat.gov.in ઉપર પોતાનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
