Gujarat

આ રંગ બદલતાં વાતાવરણનો મિજાજ પણ બિલકુલ અનોખો છે. સમય આવી ચૂક્યો છે આ સંદર્ભે ખૂબ ગંભીરતાથી વિચારી યોગ્ય નિર્ણય લેવાનો

સાવરકુંડલા. તા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આજે બપોર સુધી ધોમધખતો ઉનાળાના પ્રખર તાપ અનુભવવા મળેલ બપોર બાદ ગરમીમાં થોડી રાહત જોવા મળી હતી. એમાં પણ લગભગ ત્રણ વાગ્યા બાદ વાતાવરણ ગોરંભાયું વળી થોડી વાદળિયું થયું.. ખબર નથી પડતી કે ખરેખર આ ઉનાળાની જ ઋતુ છે..!! પર્યાવરણીય ક્ષેત્રે થતાં આવા અવારનવારના બદલાવ ભવિષ્યમાં મોટી આફતો પણ સર્જી શકે છે. ખરેખર પર્યાવરણીય ક્ષેત્રે સરકારશ્રી તથા લોકોએ ખૂબ ગંભીરતાથી વિચારી યોગ્ય કરવાની આવશ્યકતા જરૂર કહી શકાય. આમ તો રંગ બદલવા માટે આપણે કાંચીડાંને જવાબદાર માનીએ છીએ પરંતુ એ જીવ તો પરિસ્થિતિ મુજબ સંતુલિત થવાનો પ્રયાસ કરતો હોય છે. આમ તો મોટા મોટા મેળા, રોડ શો દરમિયાન ઉત્પન્ન થતું પ્રદૂષણ જેવા અનેક મુદ્દાઓ પણ આ પ્રદુષિત થતાં પર્યાવરણ માટે જવાબદાર હોય શકે.. પણ બિલાડીને ગળે ઘંટડી કોણ બાંધે?  પર્યાવરણીય પ્રદુષણ જો ઘટે તો કદાચ થોડી સ્થિતિ સુધરે.. નહિતર રામે રામ.!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *