વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરવામાં આવેલ આહવાન દેશ માંથી ૨૦૨૫ ના વર્ષ સુધી માં ટી. બી. રોગ નાબૂદી માટે ટી. બી.ના દર્દીને હોસ્પિટલમાં નિશુલ્ક સારવાર ઉપરાંત પોષ્ટિક આહાર ની ઓછપના કારણે દવાઓની અસર ઓછી થવાની શકયતા હોય શકે તે માટે દરેક જરૂરિયતમંદ ટીબી ના દર્દીને પોષ્ટિક આહાર કીટ આપવા સમાજમાં સ્વેચ્છિક સંસથાઓ, એન. જી. ઓ, દાતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા સમાજસેવકો. સરપંચો, સભ્યો,જાગૃત નાગરિકો ને આગળ આવવા અપિલ કરી છે અને ટીબી ના દર્દીને રોગમુક્ત કરવા સહાયરૂપ થવા આહવાન આપેલ છે.
અત્રેના જિલ્લા ક્ષય અઘિકારી ડૉ. ભરતસિંહ ચૌહાણ ટીબી ના દર્દીને નિશુલ્ક સારવાર ની સાથે પોષ્ટિક આહાર મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેલા છે તેમજ સમાજમાં છૂપાયેલા ટીબી ના દર્દીને શોધીને સારવાર પર મૂકવા.. જેવાં કે બે અઠવડિયાથી ખાંસી, વજન ઘટવું, ગળફા માં લોહી આવવું, રાત્રે પરસેવો થવો, છાતીમાં દુઃખાવો,થાક લાગવો, વિગેરે લક્ષણો ધરાવતાં દર્દીને નજીકના સરકારી દવાખાનામાં મોકલવા અને ગળફાની તપાસ કરાવવી. એમ છોટાઉદેપુર ના એસ ટી એસ વણકર મનહરભાઈ અને એસ ટી એલ એસ પરેશભાઈ વૈદ્ય દ્વારા જણાવવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

