મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૯૮ ટકા કામગીરી માત્ર શિક્ષકો પાસે કરાવાય છે.
મામલતદાર ઓફીસ દ્વારા ચૂંટણી પંચનાં નિયમોને નેવે મૂકી શિક્ષકોને માનસિક હેરાનગતિ કરાતી હોવાનો જીલ્લા શિક્ષણ સંધનો આક્ષેપ..
૧૨ કેડરમાં ચૂંટણીની કામગીરી કરવા ગુજરાત ચૂંટણી પંચનો સ્પષ્ટ પરિપત્ર હોવાં છતાં સિનયોનિટીનો ઉલાળ્યો કરાય છે.
ઊના – ગુજરાત ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં સુધારા અને વધારા કરવાની કામગીરી સમયસર કરવાં ૧૨કેડર બુથ લેવલ બી એલ ઓ દ્વારા કરવાની થતી હોય છે. પરંતુ આ કામગીરીનો સ્પષ્ટ પરિપત્ર હોવાં છતાં પણ માત્ર ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકોને ૯૮ટકા કામગીરી સોંપી દેવાતી હોવાનાં કારણે માત્ર ઊના ગીરગઢડાની તાલુકા પ્રાથમિક શાળાના મોટાં ભાગની શાળામાં શિક્ષકનાં વર્ગખંડ ખાલી જગ્યાઓ રહેતાં શાળામાં અભ્યાસ કરતાં ૨૫ હજાર કરતાં વધુ બાળકોનાં શિક્ષણ ઉપર સિંધી અસર પડતાં છાત્રોનું ભવિષ્ય અંધ્ધર તાલે મુકાતાં રાષ્ટ્રિય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૧૨ કેડર મુજબનાં પરિપત્રોનું અમલવારી કરાવવા ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સંધ દ્વારા ચૂંટણી પંચને લેખીત રજુઆત કરી મામલતદાર ઓફીસ દ્વારા કરાતી મનમાની સામે રોષ વ્યક્ત કર્યો છે..
શિક્ષણ સંઘ દ્વારા ચૂંટણી પંચને લેખીત રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવેલ કે ગીર સોમનાથ જિલ્લાના તાલુકા મતદાર મંથકો માં બુથ લેવલ ઓફિસર તરીકે અને ટીમ વર્કમાં બી એલ ઓ ની કામગીરી આર ટી ઈ વધારાની કામગીરી કરાવવામાં આવે છે. અને શિક્ષકો આ કામગીરી હાથ ધરી પૂર્ણ કરી આપશે પરંતુ મામલતદાર કચેરી દ્વારા ગુજરાત ચૂંટણી પંચનાં નિયમોને નેવે મૂકી શિક્ષકોને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે. રાષ્ટ્રિય કામગીરીની અવગણનાની નોટીસોની ધમકીઓ આપવામાં આવે છે બાર કેડર મુજબ કામગીરી હોવાં છતાં ૯૮ ટકા શિક્ષકોનાં ઓર્ડર કરી શિક્ષકો પાસે કરાવાય છે. દર ત્રણ વર્ષે સિનયોરિટી મુજબ શાળા માંથી બીએલઓનાં ઓર્ડર તબદીલ કરવાની સુચનાઓ હોવાં છતાં પણ શિક્ષકોની રજૂઆત સાંભળવામાં આવતી નથી. અને એકનાં એકજ બીએલઓને કામગીરી કરવાં ફરજ પડાય છે. જ્યાં સુધી શાળા તાલુકા પુરૂષ શિક્ષકો હોય ત્યાં સુધી મહિલા શિક્ષીકા અને વિકલાંગ શિક્ષકોનાં ઓર્ડર નહીં કરવાની જોગવાઈ હોવા છતાં પણ કામગીરીમાં વ્યસ્ત રખાય છે.
ગરુડા એપ્લિકેશનની સારી સુવિધાઓ છે પરંતુ એ સુવિધા ચૂંટણી પંચ તરફથી ઈનસટુમેનટ અને ડેટા વપરાશની જોગવાઇ કરવામાં આવે અને એપની કામગીરીનો સમયગાળો સુનિશ્ચિત કરવા માટે ૨૪કલાક કામગીરી કરવાં આવતાં લાભાર્થીનાં કારણે શાળાનાં વિદ્યાર્થીઓનાં શિક્ષણ ઉપર વિપરીત અસર પડી રહી છે.
શાળા સમય બાદ કામગીરી કરવાની સુચનાઓ અપાતી હોય તેનાં બદલામાં વળતર રજાની જોગવાઇ કરવામાં આવે અથવા ચાલુ શાળાએ કામગીરી કરવા માટે જવાની પરમિશન ચૂંટણી પંચ દ્વારા શિક્ષણ વિભાગને આદેશ કરવા માંગણી કરી છે. વાર્ષિક વેતન જુનાં ૬૦૦૦ આપવામા આવે છે તેમાં વધારો કરવા તેમજ કરાયેલી કામગીરી લેવાં દેવા જવાનું ટી એ ડી એ આપવામાં આવે આ મતદાર યાદીમાં સુધારા ઓફિસર શિક્ષકોને સેકટર ઓફિસર હોવાં છતાં ધક્કા કચેરીમાં કરાવવામાં આવે છે તેવી રજૂઆત ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સંઘનાં અધ્યક્ષ દિનેશભાઇ પરમાર તથા દેવાયત ભાઈ ભોળા એ ગુજરાત ચૂંટણી પંચ સમક્ષ કરેલ છે
બોક્ષ્ *- બાર કેડરમાં શિક્ષકને મુકાતાં ઉના ગીરગઢડા તાલુકાના ૨૫ હજાર વિદ્યાર્થીઓ ભાવી અંધધકાર બની જશે,,!!
ગીરગઢડા તાલુકાનાં ૪૬૭ માંથી ૧૨૩શિક્ષકોને બાર કેડરમાં મતદાર મંથકોમાં બુથ લેવલ પર કામગીરીમાં મુકાતાં ૧૫૨૧૪ સરકારી પ્રાથમિક શાળાના બાળકોનાં શિક્ષણ ઉપર ભાર અસર પડશે. ૧૫૦૦ કર્મચારીઓનાં હુકમ કરવામાં આવ્યા છે. ૧૨૩ શાળાનાં વર્ગ શિક્ષકો વિના ખાલી રહેશે. જેનાં કારણે ગીરગઢડા તાલુકામાં ૫૦૦૦બાળકોનું શિક્ષણ ભગવાન ભરોશે ચાલશે. ધાબાવડ અને ટીમબરવા શાળામાં એક તાલીમી સ્નાતકની પદવી ધરાવતાં શિક્ષકોને કામગીરી સોંપતા ઘણાં દિવસ બાળકો શિક્ષણથી વંચિત રહ્યાં છે.
આવીજ હાલતનાં તાલુકાનાં ૭૪ ગ્રામિણ વિસ્તાર અને શહેરી સીમ વિસ્તારમાં આવેલી શાળાની છે અને મોટાભાગના શિક્ષકોને મતદાર મંથકોમાં બુથ લેવલ ઓફિસર તરીકે ફરજ સોંપતા ૧૫૦૦૦ જેટલા બાળકોનું શિક્ષણ અધધરતાલે મુકાતાં રાષ્ટ્રિય ચૂંટણી પંચ કામગીરીમાં વ્યસ્ત કર્મચારીઓ શિક્ષકોનાં કારણે અનેક સમસ્યાનો સામનો છાત્રોએ કરવો પડે છે
