ઊનાના સનખડા ગામે ભીડ ભંજન દાદા ચામુંડા માતાજીના મંદિરે ત્રણ ટાઈમ આરતી બપોરે મહાપુજા સેવકો દ્વારા કરવામાં આવે છે. દરરોજ બપોરે મહાપુજા આરતી કરીને ધન્યતા અનુભવે છે. ગામના લોકો તેમજ સનખડા ગામમાં આવેલ સોમનાથ મહાદેવ, ગંગનાથ મહાદેવ, મોટા મહાદેવના મંદિરે શિવજીને દરરોજ અનેરો શણગાર કરવામાં આવે છે.

