મકસુદ કારીગર,કઠલાલ
પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલ ના કપડવંજ રોડ પર આવેલ સંગીતા હોટલ ની નજીક થી ઇપ્કો ગાડી માંથી વિદેશી દારૂ સાથે બે ઈસમો ને કઠલાલ પોલીસે ઝડપી પાડ્યા હતા.
કઠલાલ પોલીસે બંને ઇસમો પાસે થી ૪૮ નંગ બિયરના ટિન જેની કિંમત રૂ.૪૮૦૦/- તેમજ ૪૮ નંગ વિદેશી દારૂ ના કવાટર જેની કિંમત રૂ. ૪૮૦૦/- બે નંગ મોબાઈલ અને ઇપ્કો ગાડી સહિત કુલ રૂ. ૧,૬૦,૪૦૦/- (એક લાખ સાઈઠ હજાર ચારસો ) ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પકડાયેલ આરોપી વિનોદ ઉર્ફે વિનુભાઇ રામાભાઇ સોલંકી રહે.બેટાવાડા, તા.કપડવંજ ,જી.ખેડા અને માલર્સિહ મંગળસિંહ સોલંકી રહે.કઠલાલ આ બન્ને ઈસમો ને કઠલાલ પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

