Gujarat

કદીના નદોલીયા ગામે ૪ શખ્સોએ જૂની અદાવતમાં ખેડૂતને માર માર્યો

મહેસાણા
કડી તાલુકામાં આવેલા નદોલીયા ગામમાં ભરવાડ નાનુભાઈ પોતાના મહુડા પા તરીકે ઓળખાતા ખેતરમાં ઘઉંના વાવેતરમાં પાણી વાળવા ગયા હતા. જ્યાં તેમના જ ગામમાં રહેતા સીપાઈ તૌફિક મહમદભાઈ, સીપાઈ ઇમ્તિયાઝ, સીપાઈ ઇકબાલ અને સીપાઈ નસીબ નામના ચારે ઈસમો પોતાની સાથે લાકડીઓ લઈને આવી ‘ત્રણ વર્ષ અગાઉ મારા કુટુંબી કાકા નિઝામ ભાઈને માર માર્યો હતો’. એમ કહી ગાળાગાળી કરવા લાગ્યા હર્ત બાદમાં ખેડૂતને નીચે પાડી જાનથી મારી નાંખવના ઇરાદે માથામાં અને બરડામા ભાગે આડેધડ લાકડીઓ મારવા લાગ્યા હતા. જ્યાં માથાના ભાગે લોહી નીકળવા લાગતા ખેડૂતને ખેતરમાં બેભાન અવસ્થામાં મૂકી કુટુંબીજનોને મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે ઘાયબ બનેલા ખેડૂતે બાદમાં ઘરે ફોન કરી ઘટના અંગે જાણ કરતા પરિવારના લોકો ટ્રેકટર લઈ ખેતરે આવી પહોંચ્યા હતા. જ્યાં ઘયાલ ખેડૂતને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ખેડૂતે ગામના જ ચાર ઈસમો સામે બાવલું પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.કડી તાલુકાના નદોલીયા ગામે ત્રણ વર્ષ જૂની મારમારીની અદાવત રાખી ગામના જ ચાર ઈસમોએ ખેતરમાં કામ કરી રહેલા ખેડૂતને ધોકા-લાકડી વડે માર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘાયલ ખેડૂતે બાવલુ પોલીસ મથકમાં ચારેય ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *