Gujarat

કલોલના છત્રાલ બ્રિજ પાસે અકસ્માતમાં આધેડનું મોત

કલોલ
કલોલ સિવિલમાંથી તાલુકા પોલીસ મથકે ટેલીફોનિક જાણ કરવામાં આવી. અજાણ્યો પુરુષ જેની ઉંમર આશરે ૪૦ થી ૪૫ વર્ષ ગણાય તેને વાહન ચાલક અકસ્માતમાં માથાના ભાગની પાછળના ભાગે તેમજ શરીરને નાની મોટી ઈજાથી મરણ પામેલ છે. જેથી કલોલ તાલુકા પોલીસ અજાણ્યો પુરુષ હોય જેને વાલી વારસા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી. કોઈ વાલી વારસો ન મળવાથીના છૂટકે જે અજાણ્યો માણસ જેનું મરણ પામ્યું હતું. તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં મોકલી આપ્યો હતો. અને છત્રાલ હોટલ સામે બ્રિજ ઉપર એક અજાણ્યા વાહન ચાલકે તેનું વાહન પુરપાટ પડે અને ગફલત રીતે ચલાવીને અજાણ્યા પુરુષને ટક્કર મારી એકસીડન્ટ કરી અજાણ્યા પુરુષને માથાના ભાગ પાછળ તેમજ શરીરે ઇજા કરી મરણ પામવાથી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ કરી કલોલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તારીખ ૨૩/૮ ના રોજ સવારે અજાણા ઈસમની લાશ હોટલ સરકાર સામે બ્રિજ ઉપર પડી હતી. લાશ જાેઈને સ્થાનિકોએ હાઇવે ઓથોરિટીને જાણ કરી. જેથી હાઇવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ મારફતે કલોલ સિવિલમાં પોસ્ટમોર્ટમ સારુ લઈ જવામાં આવી. પોસ્ટમોર્ટમ દ્વારા જાણવામાં મળ્યું અજાણ્યો ઈસમ પુરુષ આશરે ૪૦ થી ૪૫ વર્ષનો છે. તથા બ્રિજ પાસે વાહનથી ટક્કર મારી અકસ્માતમાં મરણ પામેલ છે. જેને એકસીડન્ટમાં માથાના ભાગના પાછળના ભાગે ઈજાઓ થઈ છે, તથા શરીરમાં પણ નાની મોટી ઇજાઓ થઈને મોત નીપજ્યું હોવાનું કારણ બહાર આવ્યું છે. ટક્કર મારનાર અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ભાગવામાં સફળ બની ગયો હતો.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *