Gujarat

કેન્યા – આફ્રિકાના ઉદ્યોગપતિની ગુરુકુલ દ્રોણેશ્વરની મુલાકાતે સંસ્થાના સંતો તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત સન્માન

ગિરગઢડા
  ભરત ગંગદેવ.
ગીર ગઢડા તાલુકાના એસજીવીપી ગુરુકુલ દ્રોણેશ્વર સંસ્થાની મુલાકાતે  કેન્યા દેશના જાણીતા ઉદ્યોગપતિ શ્રી કાનજીભાઈ વરસાણી મુલાકાતે આવ્યા હતાં. સંસ્થાના અધ્યક્ષ પુજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ મુલાકાત દરમિયાન સંતો મહેમાનોને ફુલહારથી સ્વાગત કર્યું અને આશીર્વાદ આપ્યા હતા.
તેવીજ રીતે માતુ શ્રી આર ડી વરસાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા આચાર્ય  એ આર્ટ અને ક્રાફટની કળાથી બનાવેલી વિવિધ વસ્તુઓથી આવકાર્યા હતા. શાળાની  દિકરીઓએ યોગ નિદર્શન તથા સ્વાગત ગીત રજુ કર્યું હતું. કે વરસાણી સાહેબ આ મુલાકાતથી ખુબ જ પ્રભાવિત થઈ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

IMG-20220407-WA0700.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *