Gujarat

ખેડા જિલ્લામા “વિશ્‍વ મેલેરીયા દિવસ” ઉજવાયો 

મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્‍લા આરોગ્‍યના સમગ્ર તંત્ર ધ્‍વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સરકાર ના સેટકોમ કાર્યક્રમ ધ્‍વારા મેલેરીયા એલીમીનેશન માટે માર્ગદર્શન આપવામાં આવેલ. જેમાં વિશ્વ મેલેરીયા દિવસ-ર૦રરની થીમ વૈશ્વિક મેલેરીયા રોગનું પ્રમાણ ઘટાડવા અને જીવન બચાવવા માટે નવીનતમ સંવાદ હાથ ધરીએ આપવામાં આવેલ છે. જિલ્‍લામાં વર્ષ : ર૦ર૧માં મેલેરીયા પરિક્ષણ માટે ૪૮૪૯૬૪ લોહીના નમુના એકત્રિત કરી તપાસવામાં આવેલ. જેમાં ફકત ૪ (ચાર) મેલેરીયા પોઝીટીવ કેસ જાહેર થયેલ. મેલેરીયા અટકાવવા માટે રાજય સરકારશ્રી તરફથી ર૦૧૭ થી ર૦ર૧ પ્રાપ્‍ત થયેલ ૮૧પપ૦ મચ્‍છરદાની જિલ્‍લાના સંવેદનશીલ ગામોમાં વિનામૂલ્‍યે ફાળવી આપવામાં આવેલ છે. વર્ષ-ર૦ર૧ દરમ્‍યાન જનસમુદાયની પ૩૭૩૯ મચ્‍છરદાની દવાયુકત કરી આપવામાં આવેલ છે અને ૬૧૦ જળાશયોમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવેલ છે. દર સોમવારે સોર્સ રીડકશન દર ગુરુવારે ડ્રાય ડે અને દર શુક્રવારે એબેટ ડે ઉજવીને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવે છે. જૂથ ચર્ચા –  શિબીર ધ્‍વારા જનસમુદાયને મચ્‍છર ઉત્પતિ ઘટાડવા તેમજ તાવ આવે તો અચુક લોહીની તપાસ કરાવવા માહિતી પુરી પાડવામાં આવે છે. જિલ્‍લા વહીવટી તંત્ર ધ્‍વારા મેલેરીયા મુકત અભિયાન હેઠળ સહયોગ આપવા ખેડા જિલ્‍લાની જનતાને નિવેદન છે

1-2-7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *