Gujarat

ગુજરાત બોર્ડની ની ધોરણ ૧૦ ની પરીક્ષાનો આજથી પ્રારંભ.. સાવરકુંડલા શહેરમાં ભુવા રોડ પર આવેલ શહેરથી થોડી જ  દૂર પણ પ્રકૃતિનાં સાનિધ્યમાં આવેલ સિગ્મા સ્કૂલ ઓફ સાયન્સના કેમ્પસમાં ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં  પૂર્વ કૃષિમંત્રી શ્રી વી. વી. વઘાસીયાની ઉપસ્થિતિમાં સંચાલક મંડળ દ્વારા પરીક્ષાર્થીઓનું સ્વાગત કરી ચોકલેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભ પ્રારંભ કરવામાં આવ્યો . 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા ખાતે ભુવા રોડ પર આવેલ સિગ્મા સ્કુલ ખાતે પ્રકૃતિના સાનિધ્યમાં ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ધોરણ ૧૦ની પરીક્ષાનો પ્રારંભ થયો. જેમાં દરેક વિદ્યાર્થીઓને શાળા સંચાલક મંડળ દ્વારા પુષ્પ અને ચોકલેટ આપી છોકરાઓનું સ્વાગત કર્યું સ્વાગત કરવામાં આવેલ. અને કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના પેપર લખવા અનુરોધ કરેલ. આ તકે પૂર્વ કૃષિમંત્રી વઘાસિયા ખાસ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરેલ. શાળા સંચાલક મંડળના શ્રી પ્રતીકભાઈ નાકરાણી, કિરીટભાઈ નાકરાણી, પ્રિન્સિપાલ જયેશભાઈ ગેડીયા,અતુલભાઇ કાપડિયા સહિત સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવેલ.

IMG-20220328-WA0008-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *