Gujarat

ગુરુપૂર્ણિમાએ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટ્યો

અંબાજી
જગતજનનીમાં અંબાને દરેક લોકો ગુરુ તરીકે માનતા હોય છે. અને ગુરુપૂર્ણિમા દિવશે અંબાજીમાં ભક્તિમય માહોલ જાેવા મળ્યો હતો. માઇભક્તો દૂર-દૂરથી અંબાજી આવી માતાજીના દર્શન અને આશીર્વાદ લેવા હજારોની સંખ્યામાં અંબાજી મંદિર આવી પહોંચ્યા હતા. અંબાજી મંદિરમાં માઇભક્તોના જય-જય અંબેના નાદથી ગુંજી ઉઠ્‌યું હતું. ગુરુપૂર્ણિમા દિવશે દરેક વર્ગ અને સમાજ ના લોકો પોતાના ગુરુ ના દર્શન અને આશીર્વાદ મેલવવા પોતાના ગુરુ જાેડે જતા હોય છે. બ્રહ્મજ્ઞાન અરજીત કરવા અને સાંસારિક જીવન ને ઉત્તમ તરીકે સંચાલિત કરવાનું જ્ઞાન ગુરુ જાેડે મળે છે. ગુરુ દ્વારા શાસ્ત્રો અને વેદ પુરાણો સાથે જીવનને સુખકારી અને ઉદારતાની શીખ પણ ગુરુ દ્વારા મળતી હોય છે. ગુરુનો આ ઉપકાર અને કર્જ ઉતારવા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે એમના આર્શીવાદ અને દર્શન લોકો કરતા હોય છે.ગુરુપૂર્ણિમા દિવસે યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાેવા મળી હતી. માં અંબાના દર્શન અને આશીર્વાદ મેળવવા અંબાજી મંદિરમાં માઇભક્તોનો જમાવડો જાેવા મળ્યો હતો. માતાજીની મંગલા આરતી કરવામાં આવી હતી. અને આ પાવન અવસરે અંબાજી મંદિરમાં માતાજીની વિષેશ પૂજા અર્ચના કરવામાં આવી હતી. અંબાજી મંદિર અને મંદિરના ચાચર ચોક શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ગયો હતો.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *